RAJKOT : આજથી 6 દિવસ રેલવે વ્યવહારને અસર, સૌરાષ્ટ્ર રુટની અમુક ટ્રેન રદ તો ઘણી મોડી પડશે

0
15
meetarticle

સૌરાષ્ટ્રમાં રેલવે મુસાફરી કરનારા લોકો માટે મહત્વના સમાચાર છે. રાજકોટ રેલવે ડિવિઝનના જામનગર-લાખાબાવલ સેક્શનમાં ડબલ ટ્રેકની કામગીરીને પગલે બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકને કારણે આજે તા. 21 ફેબ્રુઆરીથી તા. 26 ફેબ્રુઆરી સુધી રેલ વ્યવહાર આંશિક રીતે પ્રભાવિત થશે. સૌરાષ્ટ્ર મેલ જેવી મહત્વની ટ્રેનો શોર્ટ ટર્મિનેટ (અધવચ્ચેથી રદ) કરવામાં આવી છે.

માર્ગ પરિવર્તન (Diverted Route)

પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ: તા. 26 ફેબ્રુઆરીના રોજ આ ટ્રેન તેના નિર્ધારિત માર્ગને બદલે પરિવર્તિત માર્ગ વાયા જેતલસર-ભક્તિનગર થઈને દોડશે.

મોડી ઉપડનારી અથવા રેગ્યુલેટ કરાયેલી ટ્રેનો

ઓખા-ભાવનગર એક્સપ્રેસ: તા. 24 ફેબ્રુઆરીના રોજ ઓખા સ્ટેશનથી 2 કલાક મોડી ઉપડશે.

રેગ્યુલેશન (માર્ગમાં થોભશે):  ઓખા-ભાવનગર એક્સપ્રેસ: તા. 21, 22 અને 23 ફેબ્રુઆરીના રોજ માર્ગમાં 25 મિનિટ મોડી પડશે.

વૈષ્ણોદેવી-જામનગર એક્સપ્રેસ: તા. 23 ફેબ્રુઆરીના રોજ માર્ગમાં 30 મિનિટ મોડી પડશે.

ઓખા-બનારસ એક્સપ્રેસ: તા. 26 ફેબ્રુઆરીના રોજ જરૂરિયાત મુજબ માર્ગમાં રોકી રાખવામાં આવશે.

મુસાફરોને રેલવેની અપીલ

રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ મુસાફરી શરૂ કરતા પહેલા રેલવે હેલ્પલાઈન અથવા સત્તાવાર એપ પર ટ્રેનનું સ્ટેટસ ચેક કરી લે, જેથી કોઈ અસુવિધા ન થાય.

ટ્રેનનું નામતારીખક્યાં સુધી ચાલશે / ક્યાંથી રદ?
ભાવનગર-ઓખા એક્સપ્રેસ25 ફેબ્રુઆરીરાજકોટ સુધી જ ચાલશે (રાજકોટ-ઓખા વચ્ચે રદ)
મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ25 ફેબ્રુઆરીરાજકોટ સુધી જ ચાલશે (રાજકોટ-ઓખા વચ્ચે રદ)
શાલીમાર-ઓખા એક્સપ્રેસ24 ફેબ્રુઆરીહાપા સુધી જ ચાલશે (હાપા-ઓખા વચ્ચે રદ)
તિરુનલવેલી-જામનગર એક્સપ્રેસ24 ફેબ્રુઆરીહાપા સુધી જ ચાલશે (હાપા-જામનગર વચ્ચે રદ)
ઓખા-ભાવનગર એક્સપ્રેસ26 ફેબ્રુઆરીરાજકોટથી ઉપડશે (ઓખા-રાજકોટ વચ્ચે રદ)
ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ26 ફેબ્રુઆરીરાજકોટથી ઉપડશે (ઓખા-રાજકોટ વચ્ચે રદ)
meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here