આજથી દિવાળીનો માહોલ શરૂ થઈ ગયો છે. ત્યારે દિવાળીના પ્રસંગે મોટાભાગના લોકો પોતાના પરિવારો માટે વિવિધ પ્રકારની મીઠાઈઓ અને ફરસાણની ખરીદી કરતા હોય છે. ત્યારે બીજી બાજુ ઘણા એવા લોકો જે તહેવારોના સમય મોંઘી મીઠાઈ કે મોંઘા ફરસાણ ખરીદી શકતા નથી. તેવા જરૂરિયાત મંદ લોકોના બાળકોને માટે નવા કપડાં તથા ફુડ પેકેટ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં ઉપસ્થિત માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો બંટીભાઈ ભુવા, રવિભાઈ પરસાણા, હકાભાઈ, બાબુભાઈ મંત્રી, પરસોતમભાઈ ઠુંમર, જીલભાઈ, પ્રુથ્વીસિંહ જાડેજા એકતાબેન વાડોદરીયા, કૈલાશબા, રિધ્ધિબેન ડાભી, ચંદ્રીકાબેન
ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સૌનો સાથ, સહકાર અને સહયોગ મળેલ હતો.દિવાળીના તહેવારે નિમિત્તે જરૂરિયાતમંદ બાળકોને ચહેરા પર સ્મિત લાવવાની એક કોશિશ કરવામાં આવી હતી

