RAJKOT : જેતપુર ST સબ સ્ટેશનમાંથી બાઈકની ચોરી કરનાર બાળ કિશોર ઝબ્બે

0
25
meetarticle

રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર તથા જેતપુર ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક રોહિતસિંહ ડોડીયા દ્વારા વણશોધાયેલ મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ કરતા આરોપીઓને શોધી કાઢવા અંગે સુચનાઓ આપેલ.

જે અંગે સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી.પરમારના સીધા માર્ગદર્શન અને રાહબરી હેઠળ જેતપુર સીટી પોલીસ ટીમ મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ કરતા ગુનેગારોને શોધી પકડી પાડવા માટે પ્રયત્નશીલ હતા. તે દરમીયાન પો. હેડ કોન્સ. સાગરભાઇ મકવાણા તથા પો.કોન્સ. અમીતભાઈ સિધ્ધપરા બંન્નેને સંયુક્ત ખાનગી રાહે મળેલ હકીકત આધારે જેતપુર, નકળગ આશ્રમ રોડ, સ્પેસ સ્કુલની સામે જાહેર રોડ ઉપરથી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને શંકાસ્પદ હાલતમાં સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઇકલ સાથે મળી આવેલ હતો.

જેઓને પોતાના હવાલાવાળા મોટર સાઇકલના દસ્તાવેજ કે કાગળો બાબતે પુછપરછ કરતા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરે કોઈ વ્યાજબી જવાબ આપેલ નહિ અને ગલ્લા તલ્લા કરી, ફર્યુ ફર્યુ બોલવા લાગેલ જેથી સદરહું મોટર ચેસીસ નંબર MBLHA10ASEHH00896 તથા એન્જીન નંબર HA10ELEHH33554 જેની કિ.રૂ.૩૦,૦૦૦/- ગણી ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૦૬ મુજબ શક પડતી મીલકત તરીકે કબ્જે કરેલ હતી. અને બાળ કિશોરની તેના વાલીની હાજરીમાં પુછપરછ કરતા તેઓએ સદરહું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ આજથી આશરે ત્રણેક મહિના પહેલા રાત્રીના સમયે જેતપુર, એસ.ટી. બસ સ્ટેન્ડમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હતી.

REPOTER : સુરેશ ભાલીયા જેતપુર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here