જેતપુર તાલુકા પોલીસ મથકના પીઆઈ સહિતના સ્ટાફે ચોકીધાર ચેક પોસ્ટ પાસેથી વિદેશી દારૂની ૧૩૬ નંગ બોટલો સાથે સ્વીફ્ટ કાર ઝડપી પાડી હતી. તાલુકા પોલીસે આ દરોડામાં ૧.૮૬ લાખનો દારૂ, ૬ લાખની સ્વીફ્ટ કાર સહિત કુલ રૂપિયા ૭.૮૬ લાખનો મુદ્દામાલ કબજે કરી. નાસી છુટેલા કાર ચાલકને પકડવા તજવીજ શરૂ કરી છે.

રાજકોટ જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા નાયબ અધિક્ષક આર.એ.ડોડીયા દ્વારા જીલ્લામાં પ્રોહિ જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબુદ કરવા કડક સુચનાઓ આપવામાં આવી હોય. જે અનુસંધાને જેતપુર તાલુકા પોલીસ મથકના પીઆઈ એ.એમ.હેરમા સાથે સ્ટાફના એએસઆઈ ભુરાભાઈ માલીવાડ, હેડ.કોન્સ અજીતભાઈ ગંભીર, મનેશભાઈ જોગરાદિયા, પ્રદ્યુમનસિંહ વાધેલાને મળેલ બાતમીના આધારે, તાલુકાના ચોકીધાર ચેક પોસ્ટ પાસેથી વિદેશી દારૂ ભરેલ સ્વીફ્ટ કાર ઝડપી લીધી હતી. પોલીસને જોઈ કાર ચાલક નાસી છુટતા શોધખોળ હાથ ધરાઈ છે.
તાલુકા પોલીસે સ્વીફ્ટ કારની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની ૧૩૬ નંગ બોટલ મળી આવી હતી જેની કિંમત ૧.૮૬.૨૦૦ તથા સ્વીફ્ટ કાર કિ.રૂ ૬ લાખ મળી કુલ રૂપિયા ૭.૮૬.૨૦૦નો મુદ્દામાલ કબજે કરી. ફરાર સ્વીફ્ટ કારના ચાલક સામે ગુનો નોંધી પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર,,

