RAJKOT : જેતપુર પોલીસે પ્રોહિબિશનના બે ગુનામાં વર્ષથી નાસતા ફરતા સાયલાના શખ્સને નવાગઢ રેલવે સ્ટેશનેથી દબોચ્યો

0
14
meetarticle

જેતપુર સીટી પોલીસની ટીમે જેતપુર સીટી પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનના બે ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ આરોપી રામભાઈ ઉર્ફે રામકુ મનુભાઈ ખાચર (રહે. નોલી, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર) લાંબા સમયથી ફરાર હતો, જેને પોલીસે નવાગઢ રેલવે સ્ટેશન પાસેથી દબોચી લીધો છે.

જેતપુર સીટી પોલીસ મથકના પીઆઈ એ.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સાગરભાઈ મકવાણા, પો.કોન્ક લખુભા રાઠોડ, ભગીરથસિંહ જાડેજા ને ખાનગી રાહે બાતમી મળી હતી કે જેતપુર સીટી પોલીસ મથકમાં દારૂના બે ગુનામાં ફરાર આરોપી નવાગઢ રેલવે સ્ટેશન ખાતે હોય જેથી વોચ ગોઠવી હતી. આ દરમિયાન પોલીસને થાપ આપી છુપાઈને ફરતા રામભાઈ ખાચરને પોલીસે કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. આરોપી છેલ્લા એકાદ વર્ષથી ધરપકડ ટાળવા માટે અલગ-અલગ સ્થળોએ આશરો લઈ રહ્યો હતો. હાલ પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપી સામે અગાઉ સુલતાનપુર, જેતપુર તથા ઢસામાં પ્રોહિબિશનના ગુન્હાઓ નોંધાયા છે.

REPOTER : સુરેશ ભાલીયા ​જેતપુર,

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here