RAJKOT : જેતપુર સીટી પોલીસે ત્રણ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો : એક આરોપી ઝડપાયો, ૧.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત

0
70
meetarticle

જેતપુર સિટી પોલીસે ત્રણ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલી એક રીઢા તસ્કરને ઝડપી પાડયો છે. પોલીસે ચોરી થયેલા ત્રણ મોટરસાયકલ સહિત કુલ ₹1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ મામલે ગત તારીખ 23/10/2025 ના રોજ જેતપુરની હાજીદાઉદ હોસ્પિટલના પાર્કિંગમાંથી કાળા કલરનું સ્પ્લેન્ડર મોટરસાયકલ (કિંમત ₹40,000) ચોરાયું હતું. આ અંગે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 302(2) મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ હતી.

પોલીસે ચિરાગભાઇ કમલેશભાઇ ડાભી (ઉંમર 19, રહે. મંત્રી સોસાયટી, જેતપુર) ને નવાગઢ રોડ પરથી ચોરીના સ્પ્લેન્ડર સાથે ઝડપી પાડયો હતો.આરોપીની કડક પૂછપરછમાં તેણે અન્ય બે ચોરીઓની કબૂલાત કરી હતી. જેમાં તા. 15/12/2025 ના રોજ પધારો હોટલ પાછળથી ચોરાયેલ એફ.ઝેડ. મોટરસાયકલ અને ત્રણ મહિના પહેલા તત્કાલ ચોકડી પાસેથી ચોરાયેલ સિલ્વર કલરનું સ્પ્લેન્ડર (જેના સ્પેર પાર્ટ્સ મળી આવ્યા છે) નો સમાવેશ થાય છે. પોલીસે કુલ ₹1,40,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ કામગીરીમાં જેતપુર સીટી પીઆઈ એ.ડી.પરમાર તથા એ.એસ.આઇ. ભાવેશભાઈ ચાવડા તથા મિલનસિંહ ડોડીયા તથા પો.હેડ કોન્સ. સાગરભાઇ મકવાણા તથા રાણાભાઈ વકાતર તથા પો.કોન્સ. શક્તિસિંહ ઝાલા, લાખભા રાઠોડ, અમીતભાઈ સિધ્ધપરા, ભગીરથસિંહ જાડેજા, પ્રદિપભાઇ આગરીયા જોડાયા હતા.

REPOTER : સુરેશ ભાલીયા જેતપુર,

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here