RAJKOT : જેતપુરની બ્લડ બેન્કમાં દારૂની બોટલો : PRO નશીલી હાલતમાં મળ્યો

0
23
meetarticle

અહીંની દેવ લાઈફ બ્લડ સેન્ટરમાં સ્વજનની સારવાર માટે બ્લડ લેવા ગયેલી એક મહિલા સાથે સ્થાનિક પી.આર.ઓ.એ નશાની હાલતમાં રકઝક કરી વિવાદ ઉભો કરતા પોલીસને જાણ કરાતા પોલીસે કાર્યવાહી કરી દારૂની બે બોટલ કબજે લીધી હતી. પોલીસે આ બોટલના સપ્લાયર સુધી પહોંચી ત્રણ શખ્સોને દબોચી લઈ દારૂની બોટલ સહિત મુદ્દામાલ કબજે લીધો છે.

બનાવની વધુ વિગત મુજબ લોહીની જરૂરિયાત થતા એક મહિલા બ્લડ લેવા ગઈ હતી. આ વખતે બ્લડ સેન્ટરના પી.આર.ઓ. રોહીત ઊર્ફે કાળુ દિલીપભાઈ રૈયાણીએ બ્લડ બાબતે મહિલા સાથે નશીલી હાલતમાં રકઝક કરતા તેણે તેના પરિવારજનોને બોલાવતા મામલો ગરમાયો હતો. અંતે પોલીસમાં જાણ કરાઈ હતી.આ બનાવ બનતા જેતપુર સિટી પોલીસે દેવ બ્લડ બેન્કમાં રેડ કરી હતી અને રોહીત રૈયાણી નશાની હાલતમાં મળી આવ્યો હતો. તેની ઓફિસની પોલીસે તપાસ કરતા ત્યાંથી વિદેશી બ્રાન્ડની 100 મી.લી. અને 300 મી.લી.ની ભરેલી બે બોટલો, ત્રણ ખાલી બોટલો, કાચનો ગ્લાસ મળી આવતા મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે તપાસ આગળ ધપાવતા આ દારૂ આપનારા સપ્લાયરના નામ ખૂલ્યા હતા. જેમાં જેતપુરના સીરાજભાઈ અજીજભાઈ કુરેશી અને ગોંડલના નરેન્દ્ર ઊર્ફે બાલી તુલસીદાસ વ્યાસ તથા ઈરફાન હસનભાઈ કટારિયાનો સમાવેશ થાય છે. આ ત્રણેયને પોલીસે દબોચી લીધા છે. આ પૈકીના ઈરફાન કટારિયા સામે અગાઉ પ્રોહિબિશન, મારામારીના 17 જેટલા ગુન્હા નોંધાઈ ચૂકયાનું બહાર આવ્યું છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here