RAJKOT : જેતપુરમાં પોલીસે ખીરસરા રોડ પરથી દેશી તમંચા સાથે શખ્સને દબોચ્યો : પેન્ટના નેફામા છુપાવ્યું હતું હથિયાર

0
17
meetarticle

જેતપુર પોલીસે ખીરસરા રોડ પરથી એક શખ્સને દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડ્યો છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવાની સૂચના બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

જેતપુર સિટી પોલીસના પીઆઈ એ.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવા અને રાણાભાઈ વકાતરને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે જેતપુરના ખીરસરા રોડ પર તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન શંકાસ્પદ શખ્સ દિનેશભાઈ ગાંડુભાઈ ગરચરિયા (ઉંમર 47, રહે. જેતપુર, મૂળ રહે. આમદપરા, તા. ભેસાણ) મળી આવ્યો હતો. પોલીસે તેની તલાશી લેતા તેના પેન્ટના નેફામાંથી એક દેશી બનાવટનો તમંચો (અગ્નિ શસ્ત્ર) મળી આવ્યો હતો. પોલીસે કુલ ₹5000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં જેતપુર સિટી પો.ઇન્સ. એ.ડી. પરમાર, પો.સબ.ઇન્સ. જે.પી. મલ્હોત્રા, એ.એસ.આઇ અંકીતભાઇ બારડ, મહેશભાઇ સુવા, તેમજ હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવા, રાણાભાઈ વકાતર અને કોન્સ્ટેબલ જૈવીકભાઇ લીંબાણી તથા લાલજીભાઇ સરકડીયા જોડાયા હતા.

REPOTER : સુરેશ ભાલીયા જેતપુર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here