RAJKOT : ટંકારા પાસે રોઝડું આડું ઉતારતા ડમ્પર ચાલકે બાઇકને ઠોકર મારતાં યુવાનનું મોત

0
38
meetarticle

રાજકોટ – મોરબી હાઈવે પર ટંકારા પાસે ડમ્પર ચાલક બાઈક ઓવરટેક કરવા જતો હતો. ત્યારે રોઝડુ આડું ઉતરતા ડમ્પર ચાલકે કાબુ ગુમાવતા બાઈકને ઠોકર મારી હતી. અકસ્માતમાં બાઈક ચાલકને ઈજા પહોંચી હતી અને પાછળ બેસેલ યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું.ભાટિયા,રાણ તથા મેઘા પીપળિયા ગામ પાસે પણ પશુ આડા ઉતરતા થયેલા અકસ્માતમાં 3 ના મોત થયા હતા.

રાજકોટ મોરબી હાઈ-વે પર  મોરબીના મકનસર ગામે રહેતા અંતરસિંગ મગનસિંગ ચૌહાણ (ઉ.વ. 30) બાઇક લઇને જતા હતા. ત્યારે ટંકારા પાસે ડમ્પર ચાલક  અંતરસિંગના બાઈકને ઓવરટેક કરવા જતા રોઝડુ આડું ઉતરતા ડમ્પર ચાલકે કાબુ ગુમાવી બાઈકને ઠોકર મારી હતી. જે અકસ્માતમાં બાઈક ચાલક અંતરસિંગ ફંગોળાઈ પડી જતા ઈજા પહોંચી હતી અને બાઇકની પાછળ બેસેલ છગનભાઇ ગણપતભાઈ કનેશ બાઈક સહીત ડમ્પરના જોટામાં આવી જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. અકસ્માત સર્જી ડમ્પર મૂકી ચાલક નાસી ગયો હતો. ટંકારા પોલીસે ડમ્પર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા સુધીરભાઈ બલભદ્રભાઈ વ્યાસ નામના 43 વર્ષના યુવાન તેમના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે ભાટિયા ગામના ઓવરબ્રિજ પાસે પહોંચતા તેમના મોટરસાયકલ આડે એકાએક કૂતરૂં ઉતરી આવ્યું હતું. જેના કારણે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજા પામેલા સુધીરભાઈ વ્યાસનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા મુલાભાઈ નારણભાઈ સાખરા નામના 45 વર્ષના યુવાન રાણથી લીંબડી ગામ તરફ મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે તેમના બાઈક સાથે એકાએક ભૂંડ ઉતરી આવતા બાઇક સ્લીપ થતા ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. વડીયા તાલુકાના મેઘા પીપળીયા ગામ નજીક દેરડી રોડ ઉપર  શિલ્પાબેન રાજેશભાઇ કાછડીયા (ઉ.વ. 45, રહે. ખજુરી) તેમના પતિ રાજેશભાઇ લાલજીભાઇ કાછડીયા સાથે  મોટરસાયકલ પર દેરડીથી ખજુરી ગામે આવી રહ્યા હતા. મેઘા પીપળીયા ગામના પુલ પાસે અચાનક મોટરસાયકલ કુતરા સાથે ભટકાતા શિલ્પાબેન રોડ ઉપર પછડાતા ગંભીર ઇજા થતા મોત નીપજ્યું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here