રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા જેતપુર વિભાગના નાયબ પોલીસ અધીક્ષક આર.એ.ડોડીયા નાઓએ જીલ્લામાં બનતા વણશોધાયેલ મિલકત વિરૂધ્ધના ગુન્હાઓ શોધી કાઢવા માર્ગદર્શન તથા સુચનાઓ આપેલ હોય.

જે અન્વયે અમો પોલીસ ઇન્સપેક્ટર એ.એમ.હેરમાની રાહબરી હેઠળ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગમા હતા જે દરમ્યાન ખીરસરા ગામે જાહેર રોડ પર એક હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ રજી. નં. GJ-03-NG-3343 વાળુ બીનવારસી હાલતમાં મળી આવતા કબજે કરી ઈ-ગુજકોપ તથા પોકેટકોપ મોબાઇલથી સર્ચ કરી મોટરસાયકલના મુળ માલીકની શોધખોળ કરી મુળ માલીક આલોકકુમાર રક્ષા રામ રહે.રાજકોટ વાળાને બોલાવી દસ્તાવેજની ચકાસણી કરી માલીક અંગે ખરાઈ કરી મુળ માલીકને મોટરસાયકલ પરત સોંપી સરાહનીય કામગીરી કરેલ છે.
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર

