રાજકોટ મનપાના સફાઈ કોન્ટ્રાક્ટર સામે કૌભાંડના આક્ષેપ કરવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટર કરોડોનું કૌભાંડ કરતા હોવાનો આક્ષેપ કરાતા વિવાદ થયો છે. ડમી સફાઈ કામદાર રાખતા હોવાના લગાવ્યા આક્ષેપ કરવામાં આવ્યો છે. સફાઈ કામદારોનું શોષણ કરતા હોવાનો આક્ષેપ કરાયો છે. પગાર બેન્કની જગ્યાએ રોકડમાં આપતા વિવાદ થયો છે. કોન્ટ્રાક્ટર અજમેરા સામે કૌભાંડના આક્ષેપ લાગ્યા છે. કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાના આક્ષેપ કર્યા છે.

રાજકોટ મનપાના સફાઈ કોન્ટ્રાક્ટર સામે કૌભાંડના આક્ષેપ
રાજકોટ મનપાના સફાઈના કોન્ટ્રાક્ટર સામે કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે. માનપાના સફાઈ કોન્ટ્રાક્ટર દ્વારા કોન્ટ્રાક્ટ હેઠળના કામદારોને પગાર બેંકમાં જમા કરાવવાને બદલે રોકડમાં પગાર ચૂકવામાં આવે છે. કોન્ટ્રાક્ટર કરોડો રૂપિયાનું કૌભાંડ કરી રહ્યાનો પણ આરોપ લગાવ્યો છે. ડમી સફાઈ કામદાર પણ રાખવામાં આવે છે, કામદાર છે તેને બદલે અન્ય વ્યક્તિ સફાઈ કામદારને રાખીને નિયમોનો ભંગ કરે છે આ પણ કૌભાંડ છે.
કામદાર યુનિયનના પ્રમુખે આક્ષેપ કર્યા
રાજકોટ મનપા ખાતે કોન્ટ્રાક્ટર અજમેરા દ્વારા સફાઈ માટે કોન્ટ્રાક્ટ મેળવવા આવ્યો છે. પગાર બેંકને બદલે રોકડમાં પગાર ચૂકવીને નિયમોનો ભંગ કરીને સફાઈ કામદારોનું શોષણ કરવામાં આવે છે. સમગ્ર ગેરરીતિ મામલે મનપા તંત્ર વાહકો પણ શંકાના ઘેરામાં છે. કોન્ટ્રાક્ટ મેળવનાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી.

