RAJKOT : વંથલીમાં રાતે 2 ઇંચ, ગિરનાર ક્ષેત્રમાં વધુ 2 ઇંચ : જૂનાગઢમાં હળવા ઝાપટાં

0
64
meetarticle

જૂનાગઢ જિલ્લામાં ગતરાત્રીથી વરસાદ શરૂ થયો છે. વંથલીમાં 2 ઇંચ વરસાદ પડયો હતો તો આજે ગિરનાર ક્ષેત્રમાં પણ વધુ બે ઇંચ વરસાદ થયો હતો. સોનરખ નદીમાં પાણી આવ્યું હતું. તો પર્વત પરથી ફરી ઝરણા વહેવા લાગ્યા હતા.

જૂનાગઢ જિલ્લામાં હાલ ભાદરવા માસમાં આકરો તાપ અને અસહ્ય ગરમી પડી રહી છે. ગઈકાલે રાત્રીથી વાતાવરણ બદલાયું છે. ગતરાત્રીના ગિરનાર, ભવનાથ ક્ષેત્રમાં દોઢ બે ઇંચ વરસાદ થયો હતો તો મોડી રાત્રીના વંથલીમાં ધોધમાર 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. આજે સવારથી ધૂપછાવયુક્ત વાતાવરણ રહ્યું હતું. બપોર બાદ મેઘાડંબર છવાયું હતું. ગિરનાર ક્ષેત્રમાં આજે વધુ બે ઇંચ જેટલો વરસાદ થયો હતો. સોનરખ નદીમાં પાણી આવ્યું હતું. તેમજ પર્વત પરથી ઝરણાં વહેવા લાગતા ભવનાથમાં મનમોહક માહોલ છવાયો હતો.

જ્યારે જૂનાગઢ શહેરમાં આજે 2 મીમી માળિયાહાટીનામાં 5 મીમી, વરસાદ નોંધાયો હતો. અન્ય વિસ્તારોમાં હળવા છાંટા વરસ્યા હતા. જૂનાગઢ શહેરના કાળવા ચોક,એમ.જી.રોડ, બસસ્ટેન્ડ, રેલવેસ્ટેશન પાસે વરસાદથી રોડ ઓર પાણી ભરાયા હતા. જ્યારે મોતીબાગ, ટીંબાવાડી સહિતના વિસ્તારો કોરા રહ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here