RAJKOT : વીરપુરના પીઠડીયા ટોલ પ્લાઝા પાસે થયેલ ઘરફોડ ચોરી અને મેવાસાની RDC બેંકમાં ચોરીના પ્રયાસનો ભેદ ઉકેલાયો; બેની ધરપકડ

0
25
meetarticle

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર અને પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવની સૂચના અને માર્ગદર્શન હેઠળ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ બે મહત્વના વણઉકેલાયેલા ગુનાઓનો પર્દાફાશ કર્યો છે. LCB પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.વી. ઓડેદરા તથા તેમની ટીમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરી અને મેવાસા ગામની RDC બેંકમાં ચોરીના નિષ્ફળ પ્રયાસના ગુનામાં સંડોવાયેલા બે રીઢા ગુનેગારોને નેશનલ હાઈવે પરથી ઝડપી પાડ્યા છે.

પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓમાં સદ્દામહુશેન ઉર્ફે સોયબ સલીમભાઈ શેખ (રહે. ગોંડલ) અને અશ્વિન શામજીભાઈ ચાવડા (રહે. પીઠડીયા ટોલ પ્લાઝા પાસે) નો સમાવેશ થાય છે. આ ગુનામાં હજુ ચાર અન્ય આરોપીઓ કિરીટ અનિલભાઈ સાંગાણી, રોહિત દેવીપુજક, મૌલિક દેવીપુજક અને જાહીર કુરેશી (તમામ રહે. જૂનાગઢ) ફરાર છે, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ સફળ કામગીરીમાં LCB ના પી.એસ.આઈ. એચ.સી. ગોહિલ, આર.વી. ભીમાણી, કે.એમ. ચાવડા, પી.એન. ભરવાડ તેમજ એ.એસ.આઈ. બાલકૃષ્ણભાઈ ત્રિવેદી સહિતની આખી ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

REPOTER : સુરેશ ભાલીયા જેતપુર,

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here