RAJKOT : સંતકબીર રોડ પર બંગડીના કારખાનામાં લાગી ભીષણ આગ

0
37
meetarticle

રાજકોટ શહેરના સંતકબીર રોડ વિસ્તારમાં આવેલા એક કારખાનામાં આજે બપોરે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ આગ બંગડીના કારખાનામાં લાગી હતી.રાજકોટ શહેરના સંતકબીર રોડ વિસ્તારમાં આવેલા એક કારખાનામાં આજે બપોરે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ આગ બંગડીના કારખાનામાં લાગી હતી. જેને કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાઈ રહ્યા હતા. આગ લાગવાની જાણ થતાં જ ફાયર વિભાગને કોલ કરવામાં આવ્યો હતો.

ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને જવાનોએ પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. ફાયર ટીમે લાંબી ભારે જહેમત બાદ આ આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ કારખાનામાં રહેલો માલસામાન બળીને ખાખ થતાં મોટું નુકસાન થયું છે. પોલીસે આગ લાગવાના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here