RAJKOT : સેલવાસથી ટ્રકમાં ભરી જુનાગઢ લઇ જવાતો 73.45 લાખનો દારૂ બોરીયાચથી પકડાયો

0
32
meetarticle

નવસારી એલસીબી પોલીસે બાતમી આધારે હાઇવે પર બોરીયાચ ટોલનાકા પર સેલવાસ થી ટ્રકમાં ભરીને મકરસંક્રાંતિના તેહવાર માટે જૂનાગઢ લઈ જવાતો રૂ.૭૩.૪૫  લાખનો વિદેશી દારૂ ઝડપી પાડયો.પોલીસે ટ્રક ડ્રાઈવર ની અટકાયત કરી બે મોબાઈલ સાથે  કુલ રૂ.૮૩.૬૦ લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે. 

થર્ટી ફર્સ્ટ બાદ આગામી મકર સંક્રાંતિના તહેવારમાં દારૂની રેલમછેલ માટે બૂટલેગરો સક્રિય બન્યા છે. નવસારી એલસીબી પીઆઇ વી જે જાડેજાની ટીમે પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, એક ટ્રક (નં.જીજે-૨૫-યુ-૨૫૮૧)માં સેલવાસથી બ્રાન્ડેડ વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને જૂનાગઢ લઈ જનાર છે. જે આધારે પોલીસે બોરીરયાચ ટોલનાકા ને.હા.નં.૪૮ પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ વ્હિસ્કી અને રમની કુલ ૧૪૭૧૨ નંગ બોટલો કિં.રૂ.૭૩.૪૫ લાખનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રક ડ્રાઈવર લખમણ વેજાભાઈ મેર (રહે,પોરબંદર, વાણંદ સોસાયટીની બાજુમાં, તા.જી.પોરબંદર) ની ધરપકડ કરી હતી. 

ડ્રાઇવરની દારૂ અંગે પૂછપરછ કરતા આ દારૂ સેલવાસથી બુટલેગર મેરૂ ઉર્ફે રામદેવ ઓઢડભાઈ ખૂંટી (રહે,પોટલબંદર કન્યા શાળાની બાજુમાં, નવાપરા)એ ટ્રકમાં દારૂ ભરાવી આપી કારમાં ટ્રકનું પાયલોટિંગ કરતા હતા. તેમજ સેલવાસથી બુટલેગર મેંરૂનો સાગરીત દારૂ ભરેલી ટ્રક આપી ગયો હોવાનું અને જૂનાગઢ ખાતે મેરૂ પાસેથી દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યો બુટલેગર મળી ત્રણને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે ટ્રક ડ્રાઈવર લખમણ મેર પાસેથી બે મોબાઈલ મળી કુલ રૂ.૮૩.૬૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here