ભોપાલમાં યોજાયેલા BEML (ભારત અર્થ મૂવર્સ લિમિટેડ) રેલ હબના ‘નેક્સ્ટજન રોલિંગ સ્ટોક ફેક્ટરી’ના ભૂમિપૂજન સમારંભમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દેશની પ્રગતિ, આત્મનિર્ભરતા અને રક્ષણ ક્ષેત્રના વિકાસ અંગે ઘણા મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા હતા. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે સૌ ના બોસ આપણે જ છીએ
ભારત – વિશ્વમાં સૌથી ઝડપી વિકાસશીલ દેશ
રાજનાથસિંહે જણાવ્યું કે આજના દિવસે દુનિયામાં જો કોઈ દેશ સૌથી ઝડપથી વિકસી રહ્યો છે તો તે ભારત છે. પણ ઘણા લોકોને ભારતનો વિકાસ પસંદ નથી. ઘણા દેશો, જે પોતાને વિશ્વના “બોસ” માને છે, તેઓ આશ્ચર્યમાં છે કે ભારત કેવી રીતે વિશ્વગત ઝડપથી આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો ઈચ્છે છે કે ભારતના ઉત્પાદનો અન્ય દેશોમાં એટલા મોંઘા પડે કે ત્યાંના લોકો તેને ખરીદી ના શકે –પણ આપણે એમને એવો જ જવાબ આપીશું. તેમણે એમ પણ કહ્યું કે સબ કે બોસ તો હમ હૈ


