રાજપીપલા ખાતે નવરાત્રી પર્વે 425 વર્ષ પુરાણા પ્રાચીન હરિસિદ્ધિના મંદિરે નવરાત્રી પર્વે આરતીમાં ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો હતો.રાજવી પરિવારની કુળદેવી ગણાતી હરસિદ્ધિ માતાજી ના દર્શન કરી બાધાઆખડી મનોકામના પૂર્ણ કરતા ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

ઉજ્જૈનથી પધારેલા હરસિદ્ધિ માતા સાક્ષાત પધાર્યા હોવાનો ઇતિહાસ છે. જેમાં રાજા વેરીશાલજી મહારાજે રાજપીપલામાં માઁ હરિસિદ્ધિના મંદિર બંધાવ્યું હતું.હરસિદ્ધિ મા રાજવી પરિવાર ની કુળદેવી ગણાય છે. અહીં નવ દિવસ સવાર સાંજ આરતીમાં ભક્તોની હકડેઠઠ ભીડ જામે છે. ભક્તો દર્શન કરી માતાજીની બાધા આખડી મનોકામના પૂર્ણ કરે છે.
નવરાત્રીના નવ દિવસ માતાજી ની 6 સવારી ના દર્શન થાય છે જેમાં હાથીની સવારી, સિંહની સવારી, વાઘની સવારી, કુકડાની સવારી,મયુરની સવારી, ગાયની સવારીના દર્શન થાય છે. અહીં ભક્તોએ આપેલી સાડી શણગાર સાથે મુકવામાં આવે છે. રાજા રજવાડા વખતના કરોડોના સોના ચાંદીના ઘરેણા ટ્રેઝરિમાથી પોલીસ જાપ્તા સાથે નવ દીવસ લાવી માતાજીને ચઢાવાય છે.

હિન્દુદેવસ્થાન કમિટીના મન્ત્રી સી એમ પટેલે જણાવ્યું હતું કે અહીં નવ દિવસ ત્રણ સમયે સવારે 10, સાંજે 7અને રાતે 12વાગે એમ ત્રણ આરતી થાય છે. રાતે 12ની આરતી પછી માતાજીના ગરબા રમાય છે.

રાજવી પરિવાર દ્વારા આસો સુદ નૌમના દિવસે મંદિર પરિસરમાં નવચંડી યજ્ઞ અને હવનનું આયોજન કરવામાં આવતું હતું. જે પરંપરા આજે પણ ચાલી આવે છે. પ્રતિ વર્ષ રાજવી પરિવાર આ યજ્ઞમાં હાજરી આપે છે. સાથોસાથ આ સ્થાનક પર વર્ષોથી યોજાતા ભાતીગળ મેળામાં લોકો મ્હાલવા પણ આવે છે. વિજયા દશમીના દિવસે પરંપરાગત રીતે રાજવી પરિવાર દ્વારા શસ્ત્રપૂજા પણ કરવામાં આવે છે.
અહીં નોમનો ભવ્ય યજ્ઞ થાય છે જેમાં રાજવી પરિવાર જોડાય છે.
અહીં નવ દિવસ નવરાત્રીનો ભવ્ય મેળો પણ ભરાય છે. મોડી રાત સુધી મન્દિર ના પ્રાંગણ માં માતાજી ના ગરબાપણ ગવાય છે.
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

