RAJPIPALA : નર્મદા જિલ્લામાં થયેલા બે મોટા રાષ્ટ્રીય કાર્યક્રમમાં 50 લાખ અને 75 લાખનો તોડ કરવા આપના મોટા નેતા ગયા હતા – સાંસદ મનસુખ વસાવાનો ગંભીર આક્ષેપ

0
37
meetarticle

નર્મદા આપના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના ના ભાઈ દારૂના કેસમાં ઝડપાયાના સમાચાર પછી નર્મદા ભાજપ પ્રમુખે પત્રકાર પરિષદ બોલાવી નિરંજન વસાવા અને આપ પાર્ટી સામે આકરા પ્રહારો કર્યા બાદ હવે આજે કમલમ નર્મદા ખાતે સાંસદ મનસુખ વસાવાએ પત્રકાર પરિષદ બોલાવી હતી. સાંસદ મનસુખ વસાવાએ નામ લીધા વગર ચૈતર વસાવા પર ગંભીર મોટા આક્ષેપ કરતાં ખળ ભળાટ મચી ગયો હતો.

આક્ષેપ સાથે ભાજપ આપ અને કોંગ્રેસના નેતાઓ પર સાંસદ રીતરસના વરસ્યા હતા. સાંસદે જણાવ્યું હતું કેઆપના નેતાઓ હંમેશા કાર્યક્રમમાં થતા ખર્ચ વિશે માહિતી મેળવી ખોટો હોબાળો કરી અધિકારીઓને તતડાવે છે.આપના નેતાઓ મોટા તોડ કરવાનું કામ કરે છે.

સાંસદ મનસુખ વસાવાએ ચોકાવનારી માહિતી આપતાં જણાવ્યું હતું કે જિલ્લામાં થયેલા બે મોટા રાષ્ટ્રીય કાર્યક્રમમાં 50 લાખ અને 75 લાખનો તોડ કરવા આપના મોટા નેતા ગયા હતા.મનસુખ વસાવાના ગંભીર આક્ષેપથી ભરૂચ નર્મદાનું રાજકારણ ગરમાયું છે.
આપના નેતા ટીમો બનાવી અધિકારીઓને તતડાવી મોટાપાયે ભ્રષ્ટાચાર કરી તોડપાણી કરે છે. એવો આક્ષેપ પણ કર્યો હતો.

સાંસદ મનસુખ વસાવાએવધુ એક ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ભાજપના અને આપના કેટલાક નેતાઓ મળેલા છે.ભાજપ આપના નેતાઓ મળી તોડ પાણી કરે છે. એમ જણાવી ભાજપ આપ બન્ને ને ચોકાવી દીધાં હતા.

આ બાબતે મનસુખ વસાવા એ પ્રેસ કોન્ફરન્સ કરી આ બાબતે પ્રદેશકક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ ફરિયાદ કરવાનું જણાવ્યું હતું
સાંસદે વધુમાં જણાવ્યું કે આ બાબતે ભાજપના આમ આદમી પાર્ટીના કે અન્ય મારી સાથે ફરનારા પણ જે કોઈ હશે તો તેમને છોડવામાં નહીં આવે. નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ મીલી ભગતથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની ચોકાવનારી વિગતો મીડિયા સમક્ષ આપી હતી.

એમની પ્રવૃત્તિઓનો પર્દાફાસ કરતાં જણાવ્યું હતું કે આપના નેતાઓ અને એમની ટીમ સરકારની મિટિંગોમાં કરેલા કામોની તપાસ માંગે છે,એજન્સીઓ, કોન્ટ્રાકટ રોના નંબરો માંગીએમની પાસેથી લાખોની તડજોડ કરતા હોવાની હકીકત જણાવી આ. પ્રવૃત્તિ બંધ થવી જોઈએ એમ જણાવ્યું હતું.

REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here