RAJPIPALA : મનરેગા મુદ્દે ડેડીયાપાડા આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને રૂબરૂ મળીને પત્ર સોંપ્યો

0
97
meetarticle

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ મનરેગા મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને રૂબરૂ મળીને પત્ર સોંપ્યો હતો. આ પત્રમાં ધારાસભ્ય ચૈતર વસાવા જણાવ્યું હતું કે, મનરેગા એક્ટની ગાઈડલાઈન મુજબ 60:40નો લેબર મટિરિયલનો રેશીયો જાળવીને કામ કરવાનું હોય છે. આ કામગીરી કરવા માટે તાલુકો કક્ષાએથી જરૂરી માલસામાન માટે અધિકારીઓ દ્વારા ઇ-ટેન્ડર પ્રક્રિયા દ્વારા માલસામાન સપ્લાયર એજન્સી નક્કી કરવામાં આવે છે.

પરંતુ આ એજન્સીઓ દ્વારા મનરેગા અધિનિયમ 2005 એક્ટ નો ઉલ્લંઘન કરવામાં આવે છે અને કોઈપણ ગ્રામ પંચાયતને મટીરીયલ સપ્લાય કરતા નથી, તેઓ પોતાનું સ્ટોક ગોડાઉન, રોયલ્ટી, જીએસટી ભરીને ખરીદી કરતા નથી, મેનેજમેન્ટ બુક, પ્રમાણપત્ર સ્ટોક રજીસ્ટરના ખોટા બીલો બનાવી રોયલ્ટી બીલો, જીએસટી વગરના બોગસ બીલો બનાવીને સરકારી અધિકારીઓ કર્મચારીઓ તથા કરાર આધારિત કર્મચારીઓના મેળમિલાપથી મટીરીયલ પૂરું પાડવાના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે.

આવા ભ્રષ્ટાચારો દરેક જિલ્લાઓમાં અને દરેક તાલુકાઓમાં થયેલા છે. દાહોદ, ભરૂચ, નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર સહિતના આદિવાસી વિસ્તારોના જિલ્લાઓમાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જેના કારણે ગરીબ બિનકુશળ શ્રમિકોને રોજગારી મળતી નથ. આમ મનરેગા યોજનામાં મટીરીયલ સપ્લાય કરવા માટે પ્રક્રિયાથી જે પણ એજન્સીઓ નક્કી કરવામાં આવે છે તેવી પ્રક્રિયાને રદ કરીને અગાઉની જેમ સીધા ગ્રામ પંચાયતને અમલીકરણ સંસ્થા રાખી 60:40ના લેબર મટીરીયલના કામો મંજૂર કરવામાં આવે તેવી અમારી અપીલ પણ છે અને માંગ પણ છે.

REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here