ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ ઝગડીયા ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ની આંતર કોલેજ ગરબા હરીફાઈ નું આયોજન કરવામાં આવેલ હતું આ હરીફાઈ માં યુનિવર્સિટી ની વિવિધ કોલેજો એ ભાગ લીધો હતો.જેમાં રાજપીપલા ની મહારાજા રાજેન્દ્રસિંહજી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ એ પ્રાચીન સંસ્કૃતિ પ્રમાણે પ્રાચીન ગરબા ની રજુઆત કરી જેમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી કોલેજ નું ગૌરવ વધાર્યું છે.

વિધ્યાર્થીની ઓ ને ગરબા ની તૈયારી કોલેજ ના પ્રાધ્યાપિકા પ્રો.પુષ્પા બેન શાહુ, વસાવા મનીષાબેન,પંચાલ દિવ્યાબેન અને ગાવિત અનિતા બેન એ કરાવી હતી કોલેજની આ સિધ્ધિ બદલ કોલેજ ના પ્રાચાર્ય ડો.શૈલેન્દ્રસિંહ માંગરોલાસાહેબ એ પ્રાધ્યાપિકા બેહનો અને વિધ્યાર્થીની ઓને બિરદાવ્યા હતા.આ ગરબા હરીફાઈ માં તબલા અને હાર્મોનિયમ જેવા વાંજીત્રો પણ કોલેજના જ વિધ્યાર્થી વસાવા ધ્રુવ અને વસાવા પ્રતીક દ્વારા વગાડવામાં આવ્યા હતાં.વિજેતા બેહનો ને ઝગડીયા કોલેજ ના પ્રાચાર્ય દ્વારા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતુ.
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

