RAJPIPALA : લ્યો કરો વાત, રક્ષક જ ભક્ષક બન્યો,યુવાન વિધવા મહિલા સાથે એસઆરપીએ દુષ્કર્મ કર્યું

0
61
meetarticle

તિલકવાડા તાલુકાના એક ગામમાં રહેતી યુવાન વિધવા મહિલા ૫૨ એસઆરપી જવાન તરીકે ફરજ બજાવતાં કૌટુબિક જેઠે દુષ્કર્મ
કર્યું હોવાની ફરિયાદ તિલકવાડા પોલીસ મથકે નોંધાઇ છે.

આ મહિલા મોપેડ લઇને તેના ખેતરમાં જઇ રહી હતી તે સમયે તેનો સંબંધી અને એસઆરપીમાં ફરજ બજાવતો રાકેશ બારીયા તેને માર્ગમાં મળ્યો હતો.તેણે મહિલાને મારૂ ખેતર તમારા ખેતરની નજીકમાં હોવાથી મને મોપેડ પર બેસાડી જાઓ તેમ કહયું હતું. મહિલા અને જવાન બંને મોપેડ પર બેસીને ખેતર તરફ જવા માટે નીકળ્યાં હતાં.
જવાન મોપેડ ચલાવી રહયો હતો અને મહિલા પાછળ બેઠી હતી. ખેતરમાં જતી વખતે તેણે પોતાના ખેતરના બદલે મોપેડને
અન્ય ખેતરમાં વાળી દીધું હતું. ખેતરમાં જઇને મહિલાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ તેણે મહિલાને આ વાત કોઇને કહેશે તો જીવતી
સળગાવી દેવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ પીડિત વિધવા મહિલાએ તિલકવાડા પોલીસ મથકે એસઆરપી જવાન રાકેશ બારીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આરોપી
ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્ય
છે.બનાવના પગલે તિલકવાડા પંથક
ચકચાર મચી જવા પામી છે.

REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here