RAJPIPALA : એકતા નગર ખાતે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના હસ્તે થશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ

0
43
meetarticle

એકતા નગર ખાતે તા 30 અને 31 ના રોજ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી એકતાનગર ખાતે એકતા પરેડમાં ભાગ લેશે અને તેમના હસ્તે અનેક ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજાશે. જેમકે ૧) ૯૦ કરોડના ખર્ચે બનનાર વીર બાળ ઉદ્યાનનું ભૂમિ પૂજન કરાશે જેની કામગીરી માર્ચ ૨૦૨૬ સુધી પૂરી થશે. આ ઉધાનમાં પૌરાણિક બાળ વીરોની ગાથાઓ અલગ અલગ સ્વરૂપે રજૂ કરાશે

૨) રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયા મ્યુઝિયમનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિ પૂજન થશે. આ મ્યુઝિયમ કુલ ૩૬૭.૨૫ કરોડ ખર્ચે બનશે. વર્ષ ૨૦૨૭ પૂર્ણ થશે મુખ્ય
ઉદ્દેશ્ય ભારત દેશને એક કરવામાં મહત્વનું યોગદાન આપનાર રાજાઓ વિશેની જાણકારી આ મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયામાં આપવામાં આવશે..આ ઉપરાંત ગુજરાત વંદના મ્યુઝિયમ બનશે પ્રવાસીઓ નું સુવિધાઓ માટે ૧૦૦ કરોડના ખર્ચે વિઝિટર સેન્ટર બનશે.

૩) સીઆઈએસએફ જવાનોના બેરેક બનશે જે કામગીરી એક વર્ષમાં પુરી થશે,અલગ અલગ જગ્યાએ જેટી બનશે જેવી કે નર્મદા ઘાટ, સાતપુડા પ્રોડક્શન હોલ પાસે આ જેટીઓ
બનાવાશે.

૪) એકતાનગર ખાતે ૨૦ કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પલેકેસ બનાવવામાં આવશે. જેમાં ક્રિકેટથી લઈ વોલીબોલ,ટેબલટેનિસ સ્વિમિંગ પૂલ જેવી ઇન્ડોર આઉટડોર ગેમની
સુવિધા હશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એક વર્ષમાં પૂર્ણથઈ જશે.

૫) સહકાર ભવન થી લઈને પોલીસ સ્ટેશન સુધી નવો રસ્તોબનશે જે ૨૪ મીટર પહોળો અને ૧૭૦૦ મીટર લાંબો છે આસ્તાની બંને બાજુ બેઠક વ્યવસ્થા વચ્ચે ફેન્સિંગ લાઈટિંગપોલ, વોક વે સાથે બનશે

૬) વાગડિયા નજીકના વિસ્તારમાં રેઇન ફોરેસ્ટ બનાવવામાં આવશે જે ૪૭ હજાર ચોરસ મીટર એરિયામાં બનશે જેમાં વોટર ફોલ, રેઇન ગન વોક બ્રિજ જેવી સુવિધાઓ હશે.

૭) એકતા દ્વારથી નર્મદા માતાની મૂર્તિ સુધીનો વોકવે ફેસ ટુ, સ્માર્ટ બસ સ્ટોપ ફેસ ટુ ,પ્રોટોકોશન વોલ લેન્ડ લેવલીંગ વિયર ડેમ નજીક, સાતપુડા પ્રોટેક્શન વોલ, (કેક્ટસ નજીક
) બોન્સાઈ ગાર્ડન, ઇ બસ ચાર્જિંગ સ્ટેશન,નર્મદા ઘાટ પાર્કિંગ,નવા રહેણાંક મકાન, એપ્રૉચ રોડ મોખડી નજીક, કૌશલ્ય પથ,લીમડી ટેન્ટ સિટી એપ્રોચ રોડ,ગાર્ડન, ટાટા નર્મદા ઘાટ નું વિસ્તરણ, ડેમ રેપ્લિકા,૨૫ નવી ઈ બસ (નાની સાઇઝ) નું લોકાર્પણ થશે.

REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here