RAJPIPALA : કોપરના વાયરોના ગુંચળા,મોટર સાઇકલ, તથા મોબાઇલ ન મળી કુલ કિમત રૂપિયા ૨,૦૫,૫૦૦/- નો મુદ્દામાલ સાથે પાંચ ઈસમો ઝડપાયા

0
60
meetarticle

દેડીયાપાડા,આમલેથા અને ઉમરપાડા વિસ્તારમાં થયેલ સોલાર કેબલ ચોરીના અનડિટેકટ ગુનાઓનો ભેદનર્મદા એલ સીબી પોલીસે ઉકેલ્યો છે.જેમાં સળગાવેલ કોપરના વાયરોના ગુંચળા,મોટર સાઇકલ, તથા મોબાઇલ ન મળી કુલ કિમત રૂપિયા ૨,૦૫,૫૦૦/- નો મુદ્દામાલ સાથે પાંચ ઈસમો ઝડપાયા છે.

નર્મદા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ પોલીસે હજી થોડાં દિવસ પહેલા જ ચાર્જ સાંભાળ્યો છે ત્યારથી ઘણા ગુનાઓ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે.જેમાં આર.જી.ચૌધરી એલ.સી.બી. પીઆઇએ નર્મદા જીલ્લામાં અલગ અલગ જગ્યાએ સોલાર પ્લાન્ટના વાયર ચોરીના બનાવો બનવા પામેલ હતા જેમા દેડીયાપાડાના ચીકદા ગામની સીમમાંથી સોલારના પ્લાન્ટમાંથી કોપરના વાયરોની ચોરી થયેલ તથા આમલેથા પોલીસ સ્ટેશન પ્રતાપનગર ગામની સીમમાથી સોલારના પ્લાટન્ટમાંથી કોપરના વાયરોની ચોરી થયેલ હતી.

જે ગુનાઓની તપાસ કરતાં બે અલગ-અલગ ટીમો બનાવી જીલ્લાના ખાનગી તથા સરકારી સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરી તથા ટાવર ડમ્પ એનાલીસીસ કરી તેમજ હ્યુમન્સ સોર્સથી માહીતી મેળવતા દેડીયાપાડા વિસ્તારના કેવડી ગામના કેટલાકઇસમોએ ચિકદા તથા પ્રતાપનગર ગામની સીમ વિસ્તારમાંથી તથા ઉમરપાડા વિસ્તારના પીનપુર ગામની સીમમાં આવેલ સોલારના પ્લાન્ટમાથી કોપરના વાયરોની ચોરી કરી તેને બાળી તેમાથી કોપરના
વાયરોના ગુચળા બનાવી અલગ અલગ મીણીયા થેલાઓમાં ભરી બે મોટર સાયકલ ઉપર દેડીયાપાડાથી
ભરૂચ તરફ જનાર છે. જે માહીતી આધારે દેડીયાપાડા મિશન ત્રણ રસ્તાથી આગળ નિઘટ ગામ તરફ જવાનાહાઇવે રોડ ઉપર નાકાબંધી કરી તમામ ઇસમોને મીણીયા કોથળામાં બાળેલા કોપર વાયરના ગુંચળાઓસાથે ઝડપી પાડી તેઓને યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતામુદ્દામાલ દેડીયાપાડા, આમલેથા તેમજ ઉમરપાડા વિસ્તારમાં આવેલ સોલારના પ્લાન્ટોમાંથી કોપરના વાયરોની ચોરી કરેલાની કબુલાત કરેલ હોય જે મુદામાલ સળગાવેલ કોપરના વાયરોના ગુંચળાઓનુ વજન ૧૪૯ કિલો ગ્રામ જેની કિમત રૂપિયા ૧,૧૯,૨૦૦/- તથા મોટર સાઇકલ નંગ-૨ કિમત રૂપિયા ૫૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૭ કિમતરૂપિયા ૩૫,૫૦૦/- મળી કુલ કિમત રૂપિયા ૨,૦૫,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓને ભારતીય ન્યાય સંહિતા૨૦૨૩ ની કલમ-૩૫(૧),(બી) મુજબના કામે અટક કરી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરનેડીટેઇન કરી આગળની વધુ તપાસ અર્થે તમામને દેડીયાપાડા પો.સ્ટે ખાતે સોંપવામાં આવેલ છે.

જેમાં 1)હરીસીંગ વજેસીંગભાઇ વસાવા રહે.કેવડી તા.દેડીયાપાડા
(૨) સુરેશભાઇ પ્રતાપભાઇ વસાવા રહે.ઘાટોલી બસ સ્ટેશન પાસે
તા.દેડીયાપાડા હાલ રહે..ભરૂચ
(3) મહેશભાઇ માનસીંગભાઇ વસાવા રહે.કેવડી, સડક ફળીયુ
તા.દેડીયાપાડા (4) અક્ષયભાઇ વજેસીંગભાઇ વસાવા કેવડી તા.દેડીયાપાડા તથા(5) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ઝડપી તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે. જયારે અન્ય વોન્ટેડ જાહેર કરી આરોપીઓ ને પકડવા તજવીજ હાથ ધરી છે.

REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here