આગામી 15 મી નવેમ્બર ના રોજ ડેડીયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યાં છે ત્યારે નર્મદાના રાજકારણમાં શિયાળાના પ્રારંભે જ રાજકીય ગરમાવો આવી ગયો છે.

ખાસ કરીને સતત લોકો વચ્ચે રહીને લોકોના પ્રશ્નો ઉઠવતા ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપા સતત એકબીજા પર આકરા પ્રહારો કરી આમને સામને આવતા રહ્યાં છે. ત્યારે ચૈતર વસાવા ના ગઢમાં ગાબડું પાડવા વડાપ્રધાન ડેડીયાપાડા આવી રહ્યાં છે. ત્યારે આદિવાસીઓની વોટ બેન્ક ગણાતા ડેડીયાપાડા ચૈતર વસાવાના મત વિસ્તારમાં આવી રહ્યાં છે ત્યારે ભાજપા બિરસામુંડા ની અને વંદે માતરમ ગીતની 150મીજયંતી ઉજવી રહી છે જેની તડામાર તૈયારી કરી રહી છે ત્યારે એવી પણ ચર્ચા અને અટકળો વહેતી થઈ છે કે આ વખતે ચૈતર વસાવા ભાજપા માં જોડાઈ જશે. ત્યારે એવી પણ લોક ચર્ચા થઈ રહી છે કે શું ચૈતર વસાવા આપનો છેડો ફાડી ભાજપા નો ખેસ પહેરી લેશે?! આ સવાલો ની વચ્ચે આજે રાજપીપલા ખાતે પદયાત્રા અંગેની પત્રકાર પરિષદ માં ચૈતર વસાવાના ભાજપમાં જોડાવા અંગે સવાલ કરાયો હતો કે ચૈતર વસાવા ની ભાજપમાં જોડાવાની શક્યતા ખરી?આ અંગે સાંસદ જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે
ભાજપા આદિવાસી ઓના હિતેચ્છુ ની સરકાર છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ ની સરકાર છે.આ પાર્ટી નો કોઈને જોડવાનો કાર્યક્રમ નથી. આ કાર્યક્રમ બિરસામુંડા ની જન્મ જયંતીની ઉજવણી નો કાર્યક્રમ છે.એમને આવું હોઈ તો આવી શકે છે પાર્ટી આવકારવા માટે તૈયાર છે.
એ વિષય પાર્ટીનો છેએ ધારાસભ્ય છે એમને આવવું હોય તો આવે. એવા નિવેદન પછી ચૈતર વસાવા ભાજપા માં જોડાશે કે નહીં એ ચર્ચા નો વિષય બન્યો છે.
REPOTER : દીપક જગતાપ, રાજપીપલા

