RAJPIPALA : નર્મદાનાં તિલકવાડાની દેવલીયા ચોકડી પાસેથી જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટીની રેડ,બાળ મજૂરી કરતો બાળ શ્રમિક ઝડપાયો

0
60
meetarticle

નર્મદા જીલ્લામાં બાળ શ્રમયોગી પ્રથા નાબુદી માટે જિલ્લા ટાસ્કફોર્સ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી દ્વારા તાજેતરમાં જ તિલકવાડા તાલુકામાં દેવલીયા ચોકડી વિસ્તાર ખાતે ટાસ્કફોર્સ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમ્યાન એક બાળશ્રમિકને મુક્ત કરાવાયું હતું.

તિલકવાડા તાલુકામાં દેવલીયા ચોકડી વિસ્તારમાની એક સંસ્થામાં રેડ કરતાં સંસ્થા ઝમ ઝમ તવા ફ્રાય અને ચાઈનીઝ, ત્રિમૂર્તિ પેટ્રોલિયમની સામે, દેવલીયા ચોકડી, દેવલીયા ખાતે એક બાળશ્રમિક પાસે બાળ મજૂરી નું કામ કરાવવામાં આવતું હતું. જેની જિલ્લા ટાસ્કફોર્સ સમિતિના સભ્યો દ્વારા પ્રાથમિક પુછપરછ દરમ્યાન બાળશ્રમિક હોવાનું જણાઈ આવ્યું હતું. આથી તે બાળશ્રમિકને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવી કાર્યવાહી કરી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, રાજપીપળા-નર્મદા ખાતે સાળસંભાળ માટે સોપવામાં આવ્યું હતું. કામે રાખનાર સંસ્થાના માલિક સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવી છે.

આ સમગ્ર કામગીરીમાં નર્મદાના ઇ.ચા સરકારી શ્રમ અધિકારી, અને જિલ્લા બાળ સુરક્ષા એકમ, નર્મદા માંથી સામાજીક કાર્યકર તેમજ રાજપીપલા પોલીસ સ્ટેશન તરફ થી પોલીસ કોન્સ્ટેબલ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ, ભરૂચ તરફથી પ્રોજેક્ટ કો-ઓડીનર દ્વારા સંસ્થાના માલિક સામે તિલકવાડા પોલીસ સ્ટેશન ખાતે એફ.આઈ.આર સહિતની નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવેલ છે.

REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here