RAJPIPALA : નર્મદાના આદિવાસીઓએ દેવ દિવાળી મનાવી

0
28
meetarticle

આજે નર્મદા જિલ્લા ના આદિવાસીઓનો સૌથી મોટો ગણાતો કાર્તિક પૂનમે ભાદરવાનો મેળો ભરાયો હતો.જેમાં ભાદરવા દેવના મંદિરે દર્શન કરવા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ત્રણ લાખથી વધુ આદિવાસી શ્રદ્ધાળુંનો માનવ મહેરામણ ઉમટ્યો હતો.નર્મદાના આદિવાસીઓએ દેવ દિવાળી મનાવી હતી.અહીં ભાથુજી દાદા પ્રતિ શ્રદ્ધાનો અનોખો દિપ ઝગમગે છે. ગોરા પૂલ નીચે આવેલ નર્મદાનદીમાં ડૂબકી લગાવી લાખો શ્રદ્ધાંળુંઓ પવિત્ર નર્મદા સ્નાનકરી ધન્યતા અનુભવી હતી.

કાર્તિકી પૂનમે મેળામાં ગુજરાત મહારાષ્ટ્ર ખાનદેસથી પગપાળા સંઘ યાત્રાળુઓ કાગળના ઘોડાઓ સાથે ધજાઓ ફરકાવતા આવી પહોંચ્યા હતા..અહીં મેળામાં લોકોનીસુવિધાઓ માટે તંત્ર દ્વારા ખાણીપીણીના સ્ટોલદુકાનો ગોઠવાઇ હતી..મેળામાં આદિવાસીઓના પરંપરાગત પહેરવેશ, ઘરેણા,વાસણો કપડા શેરડી,જેવી અનેક ચીજ વસ્તુઓની નાની મોટી હાટડીઓ લાગી હતી.


ભાદરવાના મેળામાં આદિવાસીઓ દ્વારા જવારાના સ્થાપનનુ વિશેષ મહત્વ હોઈ અહીમેળામાં આદિવાસી શ્રધ્ધાળુઓ માથી જવારાના ટોપલા લઈને પોતાની બાધા પુરી કરવા આવ્યાં હતા
અહી લોકો ખુશીના તેમજ બાધાના જવારાનું મંદિરે સ્થાપન કર્યું હતું.
અહીં આદિવાસીઓની ભાથુજી દાદા પ્રત્યેની અગાધ શ્રધ્ધાના દર્શન અભિભૂત થયા હતા.

અહીમાટીના ઘોડા ખરીદી ભાથુજીદાદાના મંદિરે ઘોડો ચડાવી પોતાની બાધા પુરી કરવાની માન્યતા પુરી કરી હતી આજે પણ
આદિવાસીઓ ઘોડાને દેવ તરીકે પુજે છે.તેથી કાગળનો ઘોડો બનાવી તો ફેટલાક તો માટીના ઘોડા ખરીદી
ભગવાનને અર્પણ કરે છે. દેવદિવાળીએ અસંખ્ય ધોડાદેવને ચઢે છે. કેટલાક શ્રધ્ધળુઓ તો જીવતો ઘોડો પણ
ચઢાવે છે.

REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here