ચોપડવાવ(સાગબારા) ખાતેથી શેરડીની આડમાં ઈગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને 8 લાખના દારૂ સાથે કુલ રૂ.૧૩,૩૨,૬૨૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓ ને
એલ.સી.બી નર્મદા ટીમે ઝડપી પાડતા બુટલેગર ની 31મી ડિસેમ્બર પોલીસે બગાડી હતી

વિશાખા ડબરાલ, પોલીસઅધિક્ષક, નર્મદાએ જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી તથા જીલ્લામાંથી દારૂના દુષણને ડામવા તથા નેસ્ત નાબુદ કરવાનીકામગીરી કરવાઅસરકારક સુચનાનાં પગલે પોલીસઇન્સપેક્ટર આર.જી ચૌધરી, એલ.સી.બી,નર્મદાના
માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.
ટીમના માણસો ડેડીયાપાડા તથા સાગબારા આતરરાજ્ય બોર્ડર વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે મહારાષ્ટ્ર તરફથી એક
પીકઅપ ગાડી નં. GJ-16-AV-7855 માં શેરડીની આડમા સ્પેશયલ ચોર ખાનામાં ભારતીય બનાવટનો
અલગ અલગ બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરે છે એવી બાતમીને આધારે રેડ કરતાં
કિ.રૂ. ૮,૧૭,૬૨૦/-નો અલગઅલગ બ્રાન્ડ દારૂનો મોટો જથ્થો તથા મહીન્દ્રા કંપનીની પીકઅપ ગાડી નં. GJ-16-AV-7855 ની
કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા 3મોબાઈલ મળી કુલ કિંમત રૂપિયા ૧૩,૩૨,૬૨૦/- નોમુદ્દામાલ ઝડપી પાડેલ છે.
(૧) સતિષ ઉર્ફે સત્યો ગાંડો ચંદુભાઇ વસાવા રહે. નવાગામ, કરારવેલ તા.અંકલેશ્વર જી.ભરૂચ
(રાજપારડી પોલીસ મથકના ના ગુનામાં વોન્ટેડ)
(૨) ગણેશસિંગ જગદીશસિંગ રાજપુત રહે.ટોપાસ, પોસ્ટ-રામગઢ, દોલતપુરા કેસરપુરા, જી.અજમેર
હાલ રહે.નવાગામ, કરારવેલ તા.અંકલેશ્વર જી.ભરૂચને ઝડપી પાડેલ છે.જ્યારે અન્ય બે આરોપીઓ નાસી જતા. એમને વોન્ટેડ જાહેર કર્યા છે
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

