ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ મેન્ડેટ સામે બળવો કરનાર વાગરા MLA અરુણ સિંહ રણા ની પેનલના ૬ ઉમેદવારો સામે ભારતીય જનતા પાર્ટીના મોવડીઓએ લાલ આંખ કરી સક્રિય અને પ્રાથમિકસભ્ય પદેથી બરતરફ કરતા દૂધધારા ડેરી ની ચૂંટણીનું રાજકારણ ગરમાયું છે.

ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈબળવો કરનાર વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણાની પેનલના ઉમેદવારો પર પક્ષે મેન્ડેટના અનાદરનો કોરડો વિંઝયો
છે.ભાજપના મેન્ડેટ વિરૂદ્ધ ઉમેદવારી કરનાર ૬ સભ્યોને પક્ષ માંથી બરતરફ કરવામાં આવતા ભરૂચ જિલ્લા ના રાજકારણ માં હડકંપ મચી જવા પામ્યો છે.
ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણી પહેલા જ જિલ્લા ભાજપમાં મોટો
ભડકો થયો છે.
જોકે બીજી તરફ ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણી પહેલા જ જિલ્લા ભાજપમાં મોટોભડકો થયો છે. વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાની સહકાર વિકાસ પેનલના ૬ ઉમેદવારોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના મેન્ડેટ વિરૂદ્ધ ઉમેદવારી નોંધાવવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ આ સભ્યોને તાત્કાલિક અસરથી પક્ષમાંથી તથા પ્રાથમિક સભ્ય
પદેથી બરતરફ કર્યા છે.જેમાં પાર્ટી માંથી બરતરફ કરવામાં આવેલ અરૂણસિંહ રણાની પેનલના ઉમેદવારોમાં સાયખાના હેમતસિંહ રાજ,જંબુસરના જગદીશ
પટેલ, કાવીઠાના જીગ્નેશ પટેલ,જંબુસરના નટવરસિંહપરમાર,હાંસોટના શાંતાબેન પટેલ અને હાંસોટના જ વિનોદ પટેલનો સમાવેશ થાય છે.

દૂધધારા ડેરીની મલાઈદાર ચૂંટણી માટે અરૂણસિંહ રણાની પેનલના ૩ ઉમેદવારો અને ઘનશ્યામ પટેલની પેનલના ૧૨ ઉમેદવારોને પ્રદેશ
ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું હતું.તેમ છતાં વાગરા MLA અરૂણસિંહ રણાએ મેન્ડેટ વિરૂદ્ધ જઈ પોતાની પેનલ ઉતારી
હતી.ચૂંટણી લડનાર સભ્યો પર કડક કાર્યવાહી કરવામાં આવી
છે. .ભરૂચ દૂધધારા ડેરી માટે આગામી ૧૯ મી સપ્ટેમ્બરે ભરૂચ અનેનર્મદા જીલ્લામાં જુદા જુદા બે સ્થળોએ મતદાન યોજાશે.મતદાનબાદ ૨૦ મી એ થનાર મતગણતરીમાં દુધધારાનું સુકાન કોનાહાથમાં આવે છે તે જોવું રસપ્રદ બનશે.

હાલ તો સસ્પેન્ડ થનાર ઉમેદવારોમાં અરુણસિંહ રણાની પેનલના ચેરમેન પદના ઉમેદવાર મનાતા જીગ્નેશ પટેલ અને ભરૂચ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શાંતાબેન પટેલનો પણ સમાવેશ થાય છે.
ઉપરાંત હાંસોટ તાલુકાના ધમણાદના વિનોદ પટેલ,જંબુસરના નટવરસિંહ પરમાર અને જગદીશ પટેલ અને હેમેન્દ્ર રાજને પણ પક્ષ માંથી બરતરફ કરાયા છે.નર્મદા જિલ્લામાં પણ ગણતરીના સમયમાં સસ્પેન્સનના ઓર્ડર બળવાખોરો સુધી પહોંચે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ૧૫M બેઠકો પૈકી ૧૨ બેઠક માટે ઘનશયમ પટેલ અને ૩ બેઠક માટે અરૂણસિંહ રણાની પેનલને મેન્ડેટ આપ્યા હતા.મેન્ડેટ છતાં અરૂણસિંહ રણાની પેનલ માંથી ૧૨ લોકોએ અપક્ષ ઉમેદવારી કરી
હતી.જોકે પ્રદેશ માંથી અરૂણસિંહ રણાના શાંતાબેન પટેલ અને નટવરસિંહ પરમાર ને મેન્ડેટ આપવામાં આવ્યા હોવા છતાં ભાજપજીલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ પ્રદેશના આદેશથી સક્રિય તેમજ પ્રાથમિક સભ્યપદેથી બરતરફ કરતા અનેક ચર્ચાઓ એ જોર પકડ્યું છે.દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના નર્મદા જિલ્લા પૂર્વ
પ્રમુખ ઘનશ્યામ પટેલ અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાસામ સામે છે. જોકે હાલ તો ઘનશ્યામ પટેલનું પલ્લુ ભારે જણાય છે.
ભરૂચ નર્મદા જિલ્લાની દુધધારા ડેરીની ચૂંટણીમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષે ૧૫ મેન્ડેટ જાહેર કર્યા હતા. જેમાં ઘનશ્યામ પટેલની પેનલને ૧૨, જ્યારે અરુણસિંહ રણાની
પેનલમાંથી ત્રણ મળી ૧૫ મેન્ડેટ ભાજપ પ્રદેશમાંથી આવ્યા હતા.જેમાં અરુણસિંહ રણાની પેનલમાંથી બે લોકોએ મેન્ડેટનો અસ્વીકાર કર્યો હતો.જ્યારે ઘનશ્યામ પટેલેઅરુણસિંહ રણાની પેનલમાંથી પ્રકાશ દેસાઈને બિનહરીફ જાહેર કર્યા હતા. તેમ છતાં પણ પ્રકાશ દેસાઈએ પોતાની પેનલને યથાવત રાખી હતી.
જા કે ભાજપ જિલ્લા પ્રમુખે પણ
પ્રકાશ દેસાઈ સિવાય અન્ય લોકોને
સસ્પેન્ડ કર્યા છે. પરંતુ પ્રકાશ દેસાઈને સસ્પેન્ડ કેમ નથી કર્યા? તે પ્રશ્ન પણ ગંભીર બન્યો છે.૧૯મી સપ્ટેમ્બરના રોજ દુધધારા ડેરીની ચૂંટણી માટે મતદાન યોજાય તે પહેલા જ ભરૂચ-નર્મદા જિલ્લાના ભાજપના પ્રમુખોએ મોટો ધડાકો કરી સસ્પેન્ડ કરતા
અરુણસિંહ રણાએ પણ કહ્યું હતું કેજેટલાને સસ્પેન્ડ કરવા હોય એટલાનેકરો ચૂંટણી તો અડીખમ રહીનેજીતીશું. જેના પગલે હજુ પણ ચૂંટણીલડવા માટે અરુણસિંહની પેનલઅડીખમ રહી છે. ભરૂચ જિલ્લા
ભાજપ પ્રમુખે વિનોદભાઈ ખુશાલભાઈ પટેલ, શાંતાબેન ડી પટેલ, નટવરસિંહ પરમાર, જીગ્નેશભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, હેમંતસિંહ રાજને સસ્પેન્ડ કર્યા છે. જોકે ધારાસભ્ય અરુણ સિંહ રાણા ને કેમ સસ્પેન્ડ કરવામાં નથી આવતા એવા સવાલો પણ કાર્યકર્તાઓ ઉઠાવી રહ્યાં છે.
નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખનીલ રાવે આજે સોમા ભાઈ,વસાવા, દિનેશભાઈ બારીયા અને સુનિલભાઈ પટેલને પક્ષમાંથીસસ્પેન્ડ કર્યા છે. અત્રે ઉલ્લેખનીય નર્મદા જિલ્લા સહકારી આગેવાનસુનિલ પટેલ ભરૂચ ડિસ્ટિક બેન્ક ડિરેક્ટર પણ છે.
બીજી તરફ.નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે સોમા ભાઈ, વસાવા, દિનેશભાઈ બારીયા અને સુનિલભાઈ પટેલને પક્ષમાંથી સસ્પેન્ડ કરતા નર્મદા ના રાજકારણ માં પણ ગરમાવૉ આવી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લા સહકારી આગેવાન સુનિલ પટેલ ભરૂચ ડિસ્ટિક બેન્ક ડિરેક્ટર પણ છે. સુનિલ પટેલને સસ્પેન્ડ કરાતા સુનિલ પટેલ ની રાજકીય કારકિર્દી પણ પ્રશ્નાર્થ મુકાયો છે.
જોકે આગાઉ સાંસદ મનસુખ વસાવા પ્રકાશ દેસાઈ સામે ખુલ્લો વિરોધ કરી ચુક્યા છે. અને આ ચૂંટણી માં પણ બીન હરીફ થયેલા પ્રકાશ દેસાઈ એ દૂધ મંડળી માં દૂધ ભર્યું નથી એવા ઉમેદવાર ઉમેદવાર કેવી રીતે કરી શકે? એવા સવાલો ઉઠાવી પ્રકાશ દેસાઈ સામે વિરોધ નોંધાવી ચુક્યા છે.
બીજી તરફ ઘનશ્યામ પટેલે અરુણસિંહ રણાની પેનલમાંથી પ્રકાશ દેસાઈને બિનહરીફ જાહેર કર્યા હતા. તેમ છતાં પણ પ્રકાશ દેસાઈએપોતાની પેનલને યથાવત રાખી હતી. ત્યારે હવે પ્રકાશ દેસાઈ ને પણ પાર્ટી માંથી સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી છે ત્યારે 19 તારીખ ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ભરૂચ દૂધધારા ડેરી ની ચૂંટણી નું રાજકારણ ગરમાતું જાય છે.
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

