નર્મદામાં ઉતરાણ પર્વે આદિવાસી ઓમાં મામાં ભાણેજને શેરડીનું દાન આપવાની અનોખી પ્રથા છે. આજે રાજપીપલા બજાર માં આદિવાસી ઓએ શેરડીની ધૂમ ખરીદી કરી હતી

ઉતરાણ પર્વે શેરડી દાન કરવા પાછળનો હેતુ એ છે કે આદિવાસીઓ દ્વારા શેરડીનું દાન કરવાથી મામાં ભાણેજ અને પરિવારોના જીવનમાં શેરડી જેવી કાયમી મીઠાશ આવે છે. અને આખુ વર્ષ શેરડી જેવા સબંધો મીઠા અને મજબૂત બને છે. આ સંબંધો મીઠાં કરવા ઉતરાણ પર્વે આદિવાસીઓ ર શેરડીનું દાન કરે છે.બહેન અને ભાણેજોને શેરડીનું દાન કરવાથી સો બ્રાહ્મણોને આપેલા દાન બરાબર માનવામાં આવે છે.અને આ દાન પણ શ્રેષ્ઠ મનાય છે.

જેને કારણે ઉતરાણ પર્વ ટાણે આજે રાજપીપલાના બજારમાં શેરડીનો નવો ઢગલો માલ ખડકાયો છે. શેરડીનો દાન નનો અને મંદિરોમાં પૂજા નું મહત્વ હોવાથી મોટી સંખ્યામાં લોકોએ આજે શેરડીની ખરીદી કરી હતી.
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

