નર્મદા જિલ્લામાં SIR ની કામગીરી યુદ્ધ ના ધોરણે તંત્ર દ્વારા કરવાઈ રહી છે.નર્મદા જિલ્લામાં કુલ 4,69,487 મતદારો છેઅને તેની સામેકુલ 617 બીએલઓ છે. જેમની પાસેથી યોગ્ય અને જરૂરી સ્ટાફની નિમણુંક કર્યા વગર જ શિક્ષકો અને આંગણવાડી કર્મચારીઓને ફરજીયાત BLO ની કામગીરી સોંપી દેવાતા કર્મચારીઓમાં ભારે રોષનીલાગણી જન્મી છે.આ અંગે ધરણા, રામધુન ના કાર્યક્રમો સાથે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.

4 નવેમ્બર થી 6 ડિસેમ્બર સુધી આ કામગીરી આંટોપવાની હોડમાં દાબ દબાણ અને ધાક ધમકી સાથે આ કામગીરી ચાલુ શિક્ષણના ભોગે કરવાઈ રહી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.
આશ્ચર્યની વાત તો એ હતી કે આટલી મોટી સંખ્યામાં કામગીરી કરતાં કર્મચારીઓને બેસાડવા માટે હોલમાં જગ્યા ઓછી પડતા રાજપીપલા મામલતદાર કચેરી એ કડકડતી ઠંડીમાં બીજે અને ત્રીજે માળે ગાદલા પાથરીને લોબીમાં નીચે બેસાડીને તો ઓફિસના ઓરડાઓ, રૂમમાં બેસાડીને યુદ્ધના ધોરણે કામ કરાવાઈ રહ્યુંછે.
ખાસ તો ચાલુ શાળાએ આંગણ વાડી અને શિક્ષક કર્મચારીઓ પાસેથી શિક્ષણના ભોગે ફરજીયાત કામગીરી કરવાતા તેની સીધી અસર બાળકોના શિક્ષણ પર પડી રહી છે કર્મચારીઓને ફરજીયાત કામગીરી ના ઓર્ડરો કરાયા છે. કામ નહીં કરનાર સામે BLOને ધમકાવવામાં આવે છે કામ નહીં કરે તો વોરન્ટ કાઢવાની ધમકીઆપાય છે જેનાથી શિક્ષકો સાથે આવા વર્તનથી કર્મચારી ઓમાં ભારે રોષ ની લાગણી જન્મી છે.તેમના શિક્ષણની કામગીરી ખોરવાતા કર્મીઓમાં રોષ
ફેલાયો છે.બીજી તરફ આખો દિવસ નેટવર્ક ન હોવાથી કામગીરી થતી ન હોવાની ક ગંભીર ફરિયાદ પણ કરી છે.
બીજી તરફ SIRની કામગીરીમાં BLO સાથે થઈ રહેલા દુર્વ્યવહાર મુદ્દે AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું છે કેગેરહાજર BLO વિરુદ્ધ વોરંટ કાઢીને પોલીસ તેમને ઘરેથી ઉઠાવી રહી છે અને મામલતદાર કચેરીમાં હાજર કરી રહી છે.પહેલા તમામ કર્મચારીઓને સરકારી કાર્યક્રમોમાં લગાવવામાં આવ્યા અને હવે તેમના પર દબાણ કરવામાં આવી રહ્યું છે. કામગીરી કરી રહેલા અનેક BLOની ફરિયાદમાં જણાવ્યું છે કે
જ્યાં ફક્ત એક જ શિક્ષક છે એ શિક્ષક BLOની કામગીરી કઈ રીતે કરી શકશે?આંગણવાડી કર્મચારી BLOની કામગીરી કરશે તો બાળકોને સંભાળવાની જવાબદારી કોની? આ અંગે મામલતદાર પી આર ચૌધરી મેડમે કઈ પણ કહેવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.
NSUI દ્વારા કેવડિયા ખાતે આંબેડકર ચોક પાસે ડૉક્ટર ભીમ રામ આંબેડકર ને ફુલ હાર કરી ધારણા પર બેસ્યા હતા ધારણા નું મુખ્ય કારણ BLO ને જવાબદારી શિક્ષકો પાસે કરાવવામાં આવે છે એના વિરુદ્ધ માં હતા આ ધારણા કાર્યક્રમ દરમિયાન NSUI દ્વારા રામ ધૂન પણ બોલાવવા માં આવી હતી
જયારે રાજપીપલા ખાતે મામલતદાર કચેરી ખાતે આંગણવાડી મહિલા કર્મીઓએ મામલતદાર પી આર ચૌધરી ને બીએલઓની કામગીરીના પ્રશ્નો અંગે આવેદનપત્ર આપ્યું હતું.
REPOTER : દીપક જગતાપ, રાજપીપલા

