નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે એકલવ્ય મોડેલ સ્કૂલ માં વિધાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો.ખાસ કરીને આ વિધાર્થીઓને સમયસર જમવાનું ન આપતા હોવાના મુદ્દે વિદ્યાર્થીઓ રોષે ભરાતા હોબાળો મચાવ્યો હતો.

શાળાના વિદ્યાર્થીઓએ આંદોલન સ્વરૂપે દરવાજા પાસે બેસી ન્યાયની માંગ કરીહતી.જોકે વિધાર્થીઓને ન્યાય માટે સાંસદ મનસુખ વસાવા પણ પહોંચ્યા હતા.
વિદ્યાર્થીઓની ફરિયાદ હતી કે સમયસર જમવાનું આપવામાં આવતું નથીવિદ્યાર્થીઓ રજુઆત કરવા જાય છે તો આચાર્ય ધમકાવે છે.સ્ટેશનરી પણ સમયસર આપવામાં નથી આવતી તેમ વિદ્યાર્થીઓ ની રજુઆતથી સૌ ચોકી ઉઠ્યા હતા.

આજે સાંસદ મનસુખ વસાવા સહીત ભાજપ અને આપના નેતાઓ એ શાળાની મુલાકાતલીધી હતી.હાલ તો સાંસદના કહેવા પર વિધાર્થીઓ શાંત પડ્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે એકલવ્ય મોડેલ સ્કૂલ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે. સરકારની પુરી ગ્રાન્ટ મળતી હોવા છતા વિદ્યાર્થી ઓને જરૂરી સુવિધા મળતી ન હોવાની ફરિયાદો ઉઠાવતા વિદ્યાર્થીઓ મેદાને આવ્યા હતા

વહેલી તકે નિરાકરણ નહિ આવે તો સાંસદ ઉપર સુધી રજુવાત કરશેએવી પણ ચીમકી આપી હતી
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

