વર્ષોની મહેનત અને 2022 આંદોલનો અને વખતોવખતની રજૂઆતો કાર્યક્રમોને પરિણામે જિલ્લાના 361 શિક્ષકોના જુની પેન્શન યોજનામાં સમાવેશ થયાના હુકમ થતા જિલ્લામાં શિક્ષણ જગતમાં આનંદનો લહેર જોવા મળી હતી.

નર્મદા જિલ્લા પ્રાથમિક સંઘના પ્રમુખ સુરેશભાઈએ ભગત સાહેબના નેતૃત્વમાં થયેલા આંદોલનને વ્યાપક સફળતા મળી હતી. જેમ તાલુકા, જિલ્લા, ઝોન, રાજ્યથી લઈ દિલ્લી સુધી કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા. અને તેના ભાગ રૂપે 1.4.2005 પહેલાના શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવેશ થયાના હુકમ મળતા દિવાળી પહેલા શિક્ષકોને અમૂલ્ય ભેટ મળ્યાનો આનંદ થયો હતો. જિલ્લાના તમામ શિક્ષકોએ સંઘના હોદ્દેદારોનો આભાર માન્યો હતો. નાંદોદ તાલુકા સંઘના પ્રમુખ સુનિલભાઈ ચાવડા મંત્રી અનિલભાઈ વસાવા અને ખજાનચી પ્રશાંતભાઈ ચૌહાણને જિલ્લાસંઘનો આભાર માન્યો હતો.નાંદોદ તાલુકા સંઘના પ્રમુખ સુનિલભાઈ ચાવડાએ શરૂઆતમાં દરખાસ્તો તૈયાર કરવામાં જરૂરી માર્ગદર્શન જિલ્લાના તમામ તાલુકાને આપ્યું હતું. દરખાસ્તો રજૂ કરવાની તારીખ જાહેર થતા મંત્રી અનિલભાઈ અને તેમની સાથે નવા ચૂંટાયેલા જિલ્લા સંઘના મહામંત્રી સુરેશભાઈ વસાવા, ફતેસિંગભાઈ વસાવા, કરણભાઇ વસાવા, જયંતીભાઈ બારિયાએ ગાંધીનગર દરખાસ્ત ચકાસણી કરાવી જમા કરાવેલ હતી. જેના હુકમ 10 ઓક્ટોબરે થયા હતા. આ તબ્બકે જિલ્લા સંઘે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નિશાંત દવે સાહેબ, નાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રભાતભાઈ રાઠવા સાહેબનો આભાર માન્યો હતો. રાજ્યસંઘના પ્રમુખ મંત્રીશ્રીનો પણ આભાર માન્યો હતો.

હવે આગામી સમયમાં જૂની પેન્શન યોજનાના હુકમ થયેલ તમામ શિક્ષકોના જીપીએફ ખાતા નંબર ફાળવા અને કપાત ચાલુ કરવામાં આવશે.
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

