ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા આજેવડોદરા સેન્ટ્રલ જેલમાંથી ત્રણ દિવસ માટે બહાર આવ્યા હતા. અને વડોદરા થી ગાંધીનગર વિધાનસભામાં હાજરી આપવા માટે જવા રવાના થયા હતા. વડોદરા અને નર્મદા આપના કાર્યકરોએ ફૂલહાર કરી સ્વાગત કરી શુભેચ્છા પાઠવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે ગુજરાત હાઈકોર્ટે ત્રણ દિવસના
વચગાળાના જામીન મંજૂર કર્યા છે.

છેલ્લા બે મહિનાથી વધુ જેલવાસ
ભોગવી રહેલા વસાવા 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી વિધાનસભામાંહાજરી આપી શકશે.
જોકે 3 દિવસ માટે પોતાના ખર્ચે અને પોલીસજાપ્તા સાથે જેલમાંથી બહાર રહેવા ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો હતો પરંતુ ચૈતર વસાવા ના વકીલે સ્વ ખર્ચ 3 લાખ જેવો થતો હોઈ સ્વ ખર્ચે નહીં અને પોલીસ જાપ્તા વગર વિધાનસભા માં જવાની માંગ હાઇકોર્ટે માન્ય રાખી હતી.

ધારાસભ્યના વકીલો આર.વી. વોરા અને કિશોર જે. તડવીના જણાવવ્યાં અનુસાર કોર્ટના
આદેશ મુજબ ધારાસભ્ય ચૈતર વસાવા આગામી 8, 9, અને 10 સપ્ટેમ્બરના રોજ હવે જેલમાંથી બહાર આવી આ
સમયગાળા દરમિયાન તેઓ ગાંધીનગર ખાતે વિધાનસભાના સત્રમાં હાજરી આપવા રવાના થયા હતા ત્યારબાદ, 10 સપ્ટેમ્બરના
રોજ તેમણે ફરીથી વડોદરા સેન્ટ્રલ
જેલમાં હાજર થવાનું રહેશે. આ જામીન મંજૂર થતા ધારાસભ્ય ચૈતર વસાવા આશરે બે મહિના બાદબાદ જેલમાંથી બહાર આવ્યાં હતા અને વિધાનસભામાં પોતાની ફરજ નિભાવી શકશે.
જોકે કોર્ટ ના આદેશ અનુંસાર તેકે નર્મદા જિલ્લામાં જઈ શકશે નહીં
કેમીડિયા ને કોઇ પણ પ્રકારનું નિવેદન આપી શકશે નહીંતેથી નર્મદા આપના કાર્યકર્તા ઑ તેમને વડોદરા મળવા ગયા હતા
ચૈતર વસાવાની ધરપકડનું કારણ ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથે થયેલી મારામારીની ઘટના છે. આ કેસમાં તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. રાજપીપળા કોર્ટમાં
જામીન અરજી નામંજૂર થયા બાદ
તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જે હજુ પેન્ડિંગ છે.
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

