કેવડિયા એકતા નગરી ખાતે 31 ઓક્ટોબર ના રોજ એકતા દીનની ઉજવણી આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલ ની 150 મી જન્મ જયંતિ ને પગલે ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

બે દિવસ પ્રધાનમંત્રી નરેદ્ર મોદી રોકાશે, આ સાથે આ વર્ષે 17 ઓક્ટોબર થી 15 નવેમ્બર સુધી પ્રકાશ વર્ષ ની ઉજવણી થશે જેમાં એકતા નગરી ને દુલ્હન ની જેમ સજાવવા માં આવી રહી છે તમામ પ્રોજેક્ટ પર LED લાઈટો વડે રોશની કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે . ત્યારબાદ ભારત પ્રકાશ વર્ષ ની ઉજવણી કરવામાં આવશે

આમ આ દિવાસી થી લઈને આખું વેકેશન ભવ્ય કાર્યક્રમો કેવડિયા એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવનાર છે સમગ્ર કેવડિયા અને સ્ટેચ્યુ વિસ્તારમાં 35 થી 40 કરોડના ખર્ચે 3 કરોડ LED લાઈટોનો શણગાર કરી સ્ટેચ્યુ રોડ અને ગ્લો ગાર્ડન ઝગમગી ઉઠ્યું છે. નર્મદા નિગમ દ્વારા વિદેશમાં જેમ લાઇટિંગ વાળા ગાર્ડન હોય છે

તેમ હવે કેવડિયામાં પણ ગ્લોવ ગાર્ડન બનાવવા માં આવ્યું છે.રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ને લઈને ફરી એકવાર કેવડિયા નગરીને એક દુલ્હન ની જેમ શણગારવામાં આવી છે.
REPOTER : દીપક જગતાપ, રાજપીપલા

