નર્મદા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં નર્મદા પોલીસને સફળતા મળી છે.
સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG)
નર્મદાએ આ સફળ ઓપરેશન પાર પાડી. માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ (MD) ૭ ગ્રામ કિ.રૂ. ૭૦,૦૦૦/- ના જથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડીએસ.ઓ.જી.નર્મદા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

પોલીસ અધિક્ષક નર્મદા વિશાખા ડબરાલે હજી અધિક્ષક તરીકે નો ચાર્જ લીધા ના 20 દિવસમા જ નર્મદાનાઇતિહાસમાં પ્રથમ વખત એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં સફળતા મળી છે. જેનાથી ડ્રગ્સની હેરાફેરી કરનારા ઓમાં ફફડાટ ફેલાયો છે.

નર્મદા પોલીસ અધિક્ષકવિશાખા ડબરાલે જીલ્લામાં ગેરકાયદેસર ચાલતી માદક પદાર્થોની હેરાફેરી વેચાણની પ્રવૃતિઓને સંપૂર્ણ
રીતે નેસ્ત નાબુદ કરવા પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચનાને આધારે પોલીસ ઇન્સ્પેકટર વાય.એસ.શિરસાઠ એસ.ઓ.જી શાખા નર્મદા તથા પો.સ.ઈ. જે.એમ.લટા તથા એસ.ઓ.જી શાખાનાં માણસો દ્વારા મળેલ બાતમી આધારે આરોપી (૧) ફિરોજભાઇ લાલુભાઇ ઘોરી રહે- લાલ ટાવર, સિંધીવાડ, રાજપીપલા તથા (૨) આફતાબહુસેન ફિરોઝખાન સોલંકી રહે-ખત્રીવાડ, રાજપીપલાના કબજામાંની કાળા રંગની સુઝુકી એક્સેસ સ્કુટર નંબર- જીજે-૦૬-એમ.કે-૦૧૧૪ ની ગાડી સાથે રાજપીપલા જીન
કંપાઉન્ડ સિકોતર માતાનાં મંદિર પાસેથી પકડી પાડેલ છે. જેઓની ઝડતી તપાસ કરતાં તેઓની પાસેથી ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ (MD) ૭ ગ્રામ કિ.રૂ. ૭૦,૦૦૦/- નો મળી આવ્યો હતો. જે ગેરકાયદેસરનો મેફેડ્રોન ડ્રગ્સ નો જથ્થોતથા સુઝુકી કંપનીની એક્સેસ સ્કુટર કિ.રૂ.૫૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા રોકડા
રૂ.૨૧,૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૩૨,૧૦૦/-ના મુદ્દામાલ કબજે કરી રાજપીપલા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ.એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે નર્મદા જીલ્લા પોલીસ
નાર્કોટીક્સના ગેરકાયદેસર ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ કરતાં ઈસમોની પ્રવૃત્તિને ડામવા માટે સતત પ્રયત્નશીલ છે. નર્મદાના ઇતિહાસ માં પહેલી વાર એમડી ડ્રગ્સ ઝડપાયું
છે જેની બજાર કિંમત સોના કરતાં પણ વધારે છે. આરોપીઑ આ અગાઉ રાજપીપલા અને ઉમલ્લા પોલીસ મથકે તેમની વિરુધ્ધ માં અગાઉ 5 જેટલાં ગુના પણ નોંધાયેલા છે.

આરોપીઓ ને કોર્ટ માં રજૂ કરવામાં આવશે અને બે દિવસ ના રિમાન્ડ ની માંગણી કરવામાં આવશે
REPOTER : દીપક જગતાપ, રાજપીપલા

