પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવશે નર્મદાના ડેડીયાપાડા ખાતે બિરસા મુંડા જન્મજયંતિ પ્રસંગમાં ઉપસ્થિત રહેશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ ને ધ્યાનમાં લઈ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. જેની તડામાર તૈયારીઓ શરૂકરી દેવાઈ છે.

ડેડીયાપાડા ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જગ્યાનુ નીરીક્ષણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બર સવારે 8 વાગે સુરત એરપોર્ટ ખાતે આવશે.સુરત થી 8.39 વાગે ડેડીયાપાડા હેલિકોપ્ટર દ્વારા આગમન થશે.આદિવાસીના કુળદેવી દેવમોગરા માતાજીના દર્શન કરી ડેડીયાપાડા આવશે.ડેડીયાપાડા ખાતે બનાવેલ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાંને પુષ્પાંજલિ અર્પણ કરશે.

૧૫ નવેમ્બરે ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીનો પ્રારંભ કરાવશે.વડાપ્રધાન ડેડીયાપાડા ખાતે જાહેર સભાને સંબોધન કરશે
હાલ જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે
રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા

