RAJPIPLA : આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, રાજપીપલા દ્વારા સાયબર ક્રાઇમ અને તેની જાગૃતિ તથા પુસ્તક વિતરણ કાર્યક્રમ” યોજાયો

0
152
meetarticle

શ્રી એમ. આર. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, રાજપીપલા ખાતે કવચ કેન્દ્ર અને એન એસ એસ અંતર્ગત આજે “સાયબર ક્રાઇમ અને તેની જાગૃતિ તથા પુસ્તક વિતરણ કાર્યક્રમ” યોજાયો
આ કાર્યક્રમમા પુસ્તક “સાયબર સાથી” વિતરણ કોલેજના પ્રાચાર્ય ડૉ એસ.જી.માંગરોલા અને કોલેજના સર્વે પ્રાધ્યાપક ના સહયોગથી સંપન્ન થયું, જે કોલેજ માટે ગૌરવની વાત છે. આ પ્રસંગે સાયબર ક્રાઇમ વિષયક મહત્વપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી. આજના ડિજિટલ યુગમાં ઈન્ટરનેટ, મોબાઇલ અને ટેકનોલોજીના વધતા ઉપયોગ સાથે સાયબર ક્રાઇમથી બચવા માટેની જાગૃતિ અતિઆવશ્યક છે, તે મુદ્દાને વિશેષ રીતે રજૂ કરવામાં આવ્યો, સાથે જ વિદ્યાર્થીઓને સાયબરસાથી જ્ઞાનવર્ધક પુસ્તકોનું વિતરણ પણ કરવામાં આવ્યું. આ પુસ્તકો વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક સાબિત થશે અને તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં મદદરૂપ બનશે.

આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ડિજિટલ જાગૃતિ વધારવી, ખતરાઓને ઓળખવાની સમજણ વિકસાવવી અને તેઓને સાયકોલોજીકલ અને ટેક્નોલોજીકલ રીતે સજ્જ બનાવવાનો મૂલ્યવાન પ્રયાસ થયો હતો.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કવચ કેન્દ્ર અને એનએસ એસ અંતર્ગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના કન્વીનર.ડૉ. મનિષકુમાર બી. પટેલ સહ-કન્વીનર ડૉ. દિનેશભાઈ પ્રજાપતિ તથા સભ્ય ડૉ. જેતલબેન જે. પટેલ
આ કાર્યક્રમમાં ઉપસ્થિત કોલેજના પ્રાચાર્ય ડૉ. એસ. જી. માંગરોલા તથા તમામ વિભાગોના અધ્યક્ષ કોલેજના પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીઓ ઉત્સાહ્પુર્વક આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા.

તસ્વીર :દીપક જગતાપ, રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here