એકતાનગરમાં એક કલાકની એકતા પરેડ જોવા માટે લોકોને પાણી વિના દશ કલાક બેસી રહેવું પડ્યું હતું લોકોપાણી વિના તરસ્યા રહ્યા, છતાં તંત્રે પાણીની કોઇ સુવિધા કરવાની તસદી લીધી ન હતી.ગામડાના લોકોને પરેડ ગ્રાઉન્ડ પર રાત્રે ત્રણેક વાગ્યાથી બેસાડી દીધા હતા બપોરે વીઆઇપીઓ ગયા ત્યાર બાદ જવા દીધા હતા
રાષ્ટ્રીય એકતા પરેડ જોવા ૧૨ હજારથી વધુ લોકો બોલાવવામાં આવ્યા હતા, અને આ માટે સ૨કા૨ી તંત્રને કામે લાગડ્યું હતું .પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં તંત્ર ઉણું ઉતર્યું હતું. સંખ્યા નો ટાર્ગેટ પૂરો કરવાગામેગામથી બસો ભરીને લોકોને બોલાવવામાં આવ્યા હતા. ભાજપાના કાર્યકરોને પણ બોલાવી લેવાયા હતા.૩૦ઓક્ટોબરની રાત્રે ૧૦ વાગે એકતાનગર લવાયા હતાં. જ્યાં ડોમમાં રહેવા, સૂવાઅને ખાવા પીવા તેમજ નાહવા ધોવાનીવ્યવસ્થા કરાઈ હતી. નજીકના ગામડાના લોકોને મળસ્કે વહેલી સવારે ૩ થી ૪ વાગે પરેડ ગ્રાઉન્ડ પર બેસાડી દીધા હતા. આશ્ચર્યની અને ખેદની વાત એ હતી કે લોકોને પાણીની બોટલ પણ લઇજવા દીધા ન હતા. લોકો ૩ થી ૪ વાગ્યાના પોતાની ખુરશી સાચવીને બપોરે
૧૨ વાગ્યા સુધી તરસ્યા બેસી રહ્યા હતા.જ્યાં સુધી મંત્રી, ધારાસભ્યો અને વીઆઈપી લોકો ગયા નહીં ત્યાં સુધી બહાર જવા દીધા ન હતા. એમાંય એક યુવાન તો ચક્કર ખાઈપડી જતા એમ્બ્યુલન્સ બોલાવી સારવારમાટે હોસ્પિટલ લઇ જવાયો હતો. બીજા ઘણા બધાં પણ તાપમાં તપી જતા ગરમીથી લોકો પરેશાન જણાતા હતા. આઈ એસ અધિકારીઓ તો કોટ પહેરી આવ્યા હતા. તેઓ પણ ગરમીથી ત્રસ્ત હાથથી રૂમાલ પંખા હલાવતા નજરે પડતા હતા.બધી બસો કેવડિયાની જગ્યાએ ગોરા લઇ જતા બધાને ગોરા બે કલાક રોકી રાખ્યા હતા.ત્યાં પણ લોકો હેરાન થઈ ગયાં હતા.

જયારે પ્રધાન મંત્રીનું હેલીકોપટર ઉડ્યું ત્યાર બાદ જ બધાને કેવડિયા ડોમ પર છોડવામાં આવ્યા હતા. તંત્રે પાણીની વ્યવસ્થા પણકરી ન હતી આ વિસ્તારમાં પહેલી વાર તંત્રના આદેશના પગલે મહિલાઓ આવી હતી.એકતા પરેડમા આવેલી મહિલાઓ પાસેથી પણ પોતાના પર્સ અને પાણીની બોટલ વગેરે પોલીસ વિભાગે બહાર મુકવી દીધી હતી. જેથી તંત્રની આવી કડકાઇ સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.મોટા ભાગના લોકો આવીને પસ્તાયા હતા.સ્થાનિક મીડિયા કર્મી ઓને મળસ્કે 3 વાગે રાજપીપલા કલેકટર કચેરી એ બોલાવ્યા હતા આટલા વહેલા જવાનું જ ઘણાએ તો ટાળ્યું હતું.
વડાપ્રધાનનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બસ નહીં મળતા સેંકડો લોકો અટવાયાં હતા અને પરેશાન થયા હતા. આવી અવ્યવસ્થાથી લોકોમાં ભારે નારાજગી જોવા મળ્યા હતા. કેવડિયા કોલોની ખાતે રાષ્ટ્રીય એક પર્વની ઉજવણીમાં રાજ્યના અલગ અલગજિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. તેઓને આગલા દિવસે કેવડિયા લાવવામાં આવ્યાં હતા અને કેવડીયાનીઆજુબાજુનાં બનાવેલા ૬ ટેન્ટમાં તેઓને રહેવા જમવાની સગવડ કરાઈ હતી. વહેલી સવારે ત્રણ વાગ્યાથી તમામને બસમાં બેસાડીને સ્ટેચ્યુ ઓફ યુનિટીખાતે લઈ જવામાં આવ્યા હતા. કાર્યક્રમ
સવારે લગમગ ૧૧:૩૦ વાગ્યે પૂર્ણ થયો હતો.ત્યાર બાદ ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. કારણ કે વહેલી સવારે ઊઠીને આવેલા લોકોને પોતાના ધરે જવાની ઉતાવળહતી અને પોતાના રૂટ પ્રમાણેની બસ સમયસર મળી નહતી. લોકો જે બસ આવે તે બસમાં બેસી જતા હતા પરંતુ તેઓને રોકવામાંઆવ્યા હતા. કાયમ લકઝરીયસ કારમાં ફરતા
નેતાઓને પણ બસ માટે રાહ જોવી પડી હતી.જે લોકો આવ્યા હતા તેઓનેપણ બસો વહેલી નહી મળતા અટવાયા હતા. જેથી લોકોમાં નારાજગી જોવા મળી હતી.
બપોરના ૧૨ વાગ્યાથી બસની રાહ જોતા લોકોને બપોરે ૨ વાગ્યે બસ મળી હતી અને ૩ વાગ્યે કેવડિયા પહોંચ્યા હતા.મેનેજમેન્ટની અવ્યવસ્થાના કારણે લોકોને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અનેક લોકોને પોતાના ઘરે જવા માટેની પડી હતી એકતા નગર ખાતે વડોદરા અને બીજા જિલ્લા ઓમાથી પણ આવ્યા હતા. જે મોટા ભાગના પરેશાન થઈ ગયા હતા.
VIP ગાડીઓની 2km સુધી ટ્રાફિકજામ થઈ ગયો હતો. ઘણી બસો અટવાઈ પડી હતી. એકતા પરેડ પૂર્ણ થયા પછી એક પછી એક વાહનો નીકળતા અનેક લોકો અટવાઈ ગયા હતા. તેમાં ખાસ કરીને વીઆઈપી લોકોની ગાડીઓ નીકળતા બસોને રોકી દેવાઈ હતી. જૂના એડમીન બિલ્ડીંગથી રાજપીપળા તરફ જવાના માર્ગે બે કિ.મી સુધીનો ટ્રાફિકજામ થઈ ગયો હતો. પોણો કલાક સુધી ટ્રાફિકજામ સર્જાતા અનેક લોકો ની કાર અટવાઈ હતી અને તેમાં વડોદરાની પણ બસો પણ અટવાઈ ગઈ હતી. માંડ માંડ બસો નીકળી તો વડોદરા સુધી પહોંચતા શિનોર ચોકડી પાસે સરીતા બ્રિજ જ અને કેલનપુલ ફાટક પાસે પણ ટ્રાફિકજામ સર્જાયો હતો.
બીજી તરફ કોર્પોરેટરો અને કાર્યકરો ટેન્ટમાં, અને નેતાઓ હોટલમાં રોકાયાં હતા.વડોદરા અને જિલ્લામાંથી ૫૦૦ કાર્યકરોને એકતાનગર ખાતે હોશે હોશે લઈ જવાયા હતા. ત્યાં તેમની રહેવા માટે વિશાળ ટેન્ટમાં વ્યવસ્થાઓ કરાઈ હતી. તેમાં ખાટલા માટે અંધાધુંધી સર્જાઈ હતી. નેતાઓના નિકટના જે કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ હતાં તેઓ પોતાની સાથે હોટલ કે રીસોર્ટ ખાતે તેમની વ્યવસ્થાઓ કરી લીધી હતી. પરંતુ કાર્યકરો અને કોર્પોરેટરોને ટેન્ટમાં છોડી દેનાર નેતાઓ હોટલમાં રોકાયા હતાં. સુત્રોએ એવુ પણ કહ્યું કે, સેવન સ્ટાર હોટલમાં નેતાઓનો સ્ટે હતો અને તેઓ કાર્યકર્તાઓની સુવિધાઓ થઈ કે નહીં તે માટે ઢૂંકવા શુદ્ધા ટેન્ટમાં આવ્યા ન હતાં. જેને કારણે કાર્યકરો માં પણ ભારે કચવાટ જોવા મળ્યો હતો.
30મીએ ભારે વરસાદ તૂટી પડ્યો હતો તેથી તંત્ર ટેંશન માં આવી ગયું હતું. તેથી વરસાદને ધ્યાને રાખીને તંત્ર તરફથી ટોપીની સાથે રેઇનકોટની વ્યવસ્થા રાતો રાત કરાઈ હતી.અને બધાને કેપ સાથે રેઇનકોટ અપાયાં હતાં.
પણ કાર્યક્રમ પૂરો થયા પછી કેટલાક રમુજી દ્રશ્યો પણ સર્જાયા હતા.
બીજે દિવસે ચાલુ પરેડ માં જો વરસાદ પડે તો 11,000 થી વધુ પ્રેક્ષકોની હાલત શું થશે તેની ચિંતા અધિકારીઓને સતાવી રહી હતી. એક્તા પરેડ જોવા આવેલા પ્રેક્ષકોને ટોપીઆપવાનું અગાઉથી નકકી કરાયું હતું. વરસાદને ધ્યાને રાખીને તંત્રએ રાતોરાત રેઇનકોટ આપવાનો નિર્ણય લીધો હતો. જો કે શુક્રવારના રોજ વરસાદ નહિ વરસતાં પરેડ સહિતના કાર્યક્રમો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયાંહતા. દરેક ખુરશી પર ટોપીની સાથે રેઇનકોટ મુકવામાં આવ્યાં
હતાં. કાર્યક્રમ બાદ ખુરશીઓ પર છોડી દેવાયેલાં રેઇનકોટ ઘરે લઇ જવા માટે લોકોએ પડાપડી શરૂ કરી દીધી હતી. જેના હાથમાં જેટલા રેઇનકોટ આવ્યાં તે લઇનેજવા લાગ્યાં હતાં. પરેડ બાદ રેઇનકોટ ઘરે લઇ જવા સ્થાનિકોએ રીતસરની પડાપડી કરી હતી.
REPORTER : દીપક જગતાપ, રાજપીપલા

