શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ, રાજપીપળાની કોલેજમાં છ જેટલા રોજગાર લક્ષી સર્ટિફિકેટ કોર્સ નો અભ્યાસ કરાવવામાં આવે છે. હાલમાંજ આ કોલેજના 6 વિદ્યાર્થીઓ ‘ઉદ્યોગ સાહસિકતા નીતિ’ હેઠળ નાણાકીય સહાય મેળવવા માટે પસંદગી પામ્યા છે. ગુજરાત રાજ્ય સરકારના ‘વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકતા નીતિ’ કાર્યક્રમ હેઠળ કોમર્સ કોલેજ, રાજપીપળા ના બીજા અને ત્રીજા વર્ષના 15 જેટલા વિદ્યાર્થીઓએ ઉદ્યોગ સાહસિક બનવા માટેની તાલીમ મેળવી હતી. તેમાંથી છ જેટલા વિદ્યાર્થીઓએ નવું સાહસ શરૂ કરવા માટેના કોલેજના પ્રાધ્યા પીકા તથા EDC નોડલ ઓફિસર કિંજલબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ બે પ્રોજેક્ટ જમા કરાવ્યા હતા. જે રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવા માટે પસંદગી પામ્યા છે. આ અઅંતર્ગત પ્રતયેક વિદ્યાર્થીને રૂપિયા 40 હજારની આર્થિક સહાય રાજ્ય સરકાર તરફથી નવું સાહસ ઊભૂ કરવા માટે આપવામાં આવશે. કોમર્સ કોલેજ રાજપીપળાની બીજા વર્ષની વિદ્યાર્થીની પાટીલ નીલીમા, ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ ઘરિયા મિતીરાજ, પટેલ હર્ષ, માછી જીગર ,ભોઈ કુશલ અને તડવી પ્રતીક ને આ સહાય મળશે જે દ્વારા તેઓ ઉદ્યોગ કરી શકશે. કોલેજના આચાર્ય ડો. હિતેશ ગાંધીસહીત કોલેજ પરિવારે એ દરેક વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા હતા.

Reporter : દીપક જગતાપ, રાજપીપલા

