ધોરણ 8 ના ગુજરાતી પાઠ્ય પુસ્તકમાંના કવિતા “વાવી ઉજગરો ” ગીત ના રચયીતા કવિ મંગળ રાવળે વિદ્યાર્થીઓને કવિતા ભણાવી
રાજપીપલા, તા 6
રાજપીપલા કન્યા વિનય મન્દિર સ્કૂલ ખાતે તા 6/1/26ના રોજ રાજપીપલા ખાતે જાણીતા કવિ દીપક જગતાપ રચિત કાવ્ય સંગ્રહ”ઝાકળ ભીનાં ફૂલ”નું
પુસ્તક વિમોચનઅને કવિ સંમેલન યોજાયું હતું.
કવિ સંમેલનમાં જાણીતા કવિઓ
કવિ મંગળ રાવળ, રમેશ પટેલ,નૈષધ મકવાણા, જગદીશ પટેલ, કિશોર ટંડેલ, મહેશ ધીમર,દીપક જગતાપ ભાગ ઘનશ્યામ કુબાવતે ભાગ લીધો હતો
કવિ સંમેલનનુ સફળ સંચાલન કવિ નૈષધ મકવાણા એ કર્યું હતું
આ કાર્યક્રમનું આકર્ષણનું કેન્દ્ર એ હતું કે ધોરણ 8 ના ગુજરાતી પાઠ્ય પુસ્તકમાં જેમની કવિતા “વાવી ઉજગરો ” ગીત વિદ્યાર્થીઓને ભણવા નું આવેછે. તે કાવ્ય ગીત સ્વયં કવિ મંગળ રાવળે ગાન સાથે પઠન કરી કાવ્યાર્થ સમજાવ્યો હતો.
વિદ્યાર્થીઓએ કવિને રૂબરૂ મળ્યાનો અનુભવ કર્યો હતો.

જાણીતા કવિ લેખક સાહિત્યકાર
દીપક જગતાપના કાવ્યસંગ્રહ “ઝાકળ ભીના ફૂલ” નો પુસ્તક પરિચય કવિશ્રી રમેશ પટેલે સુપેરે પરિચય કરાવ્યો હતો. જયારે કવિ નૈષધ પરમારે દીપક જગતાપનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું જયારે મંગળ રાવળ, રમેશ પટેલ, મહેશ ધીમરે એમના પુસ્તકો દીપક જગતાપને અર્પણ કર્યા હતાં.શાળા ના આચાર્યા અમિષા બેન પવારે પ્રાસંગિક પ્રવચન કરી મહેમાનો નું પુષ્પ ગુચ્છથી સ્વાગત કર્યું હતું. કવિ શ્રી દીપક જગતાપે કાવ્ય સંગ્રહ “ઝાકળ ભીના ફૂલ”પુસ્તક ના પ્રતિભાવો આપી જન કલ્યાણ સેવા ટ્રસ્ટ અને નર્મદા સાહિત્ય સંગમ ની પ્રવૃત્તિ નો ખ્યાલ આપ્યો હતો.
જન કલ્યાણ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ જ્યોતિ જગતાપે નર્મદા માં ચાલતી સાહિત્ય ની પ્રવૃત્તિનો વ્યાપ વધારવા સંસ્થા દ્વારા કરાયેલા સાહિત્ય ની પ્રવૃત્તિ નો ખ્યાલ આપી કવિ મિત્રો ને આવકાર્યા હતાં.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા
બાઈટ: કવિશ્રી રમેશ પટેલ
બાઈટ:કવિશ્રી મંગળ રાવળ,
બાઈટ:કવિશ્રી દીપક જગતાપ
બાઈટ:ધોરણ 8 ની વિદ્યાર્થી ની જીજ્ઞાસા રોહિત
બાઈટ:ઋતિકા ચૌધરી,ધોરણ 8 ની વિદ્યાર્થીની
રિપોર્ટ:દીપક જગતાપ, રાજપીપલા
~
આ પ્રસંગે ધોરણ 8 ના ગુજરાતી પાઠ્ય પુસ્તકના કવિશ્રી મંગળ રાવળનું “વાવી ઉજગરો”કાવ્ય ગીતનું પઠન કવિ શ્રી મંગર રાવળ જાતે કરી સમજૂતી આપી વિદ્યાર્થી ઓને માર્ગદર્શન આપશે.અહીં કવિતા ભણનાર વિદ્યાર્થીઓને રૂબરૂ સ્વયં કવિ કવિતા વિશે સમજ આપશે પહેલી વાર કવિને જોશે અને મળશ.જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા,નર્મદા સાહિત્ય સંગમ અને શ્રીમતિ સૂરજબા આર મહિડા કન્યા વિનય મંદિર, રાજપીપલા .સંયુક્ત ઉપક્રમે કવિશ્રી દીપક જગતાપ રચિત કાવ્ય સંગ્રહ”ઝાકળ ભીનાં ફૂલ”નું
પુસ્તક વિમોચન
અને કવિ સંમેલન
રાજપીપલા ખાતે તા 6/1/26 ને મંગળવારે શ્રીમતિ સૂરજબા આર મહિડા કન્યા વિનય મંદિર, રાજપીપલા યોજાનાર છે
આ પ્રસંગે કાર્યક્રમમા મુખ્ય મહેમાન તરીકે ખાસ કવિશ્રી મંગળ રાવળ,
શ્રી રમેશ પટેલ,શ્રી નૈષધ મકવાણા
શ્રી જગદીશ પટેલ,શ્રી કિશોર ટંડેલ
શ્રી મહેશ ધીમર,દીપક જગતાપ તેમજ અતિથિ વિશેષ તરીકેશ્રીમતિ અમીષા બેન પવાર, પ્રિન્સિપાલ,શ્રીમતિ સૂરજબા આર મહિડા કન્યા વિનય મંદિર, રાજપીપલા ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે કવિશ્રી દીપક જગતાપ રચિત કાવ્ય સંગ્રહ”ઝાકળ ભીનાં ફૂલ”નું પુસ્તક વિમોચન
સમૂહમા મંચસ્થ મહાનુભવો દ્વારા
કરાશે.આ પ્રસંગે સ્વાગત પ્રવચન
શ્રીમતિ જ્યોતિ જગતાપ
પ્રમુખ,જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપલા કરશે તેમજ
“ઝાકળ ભીના ફૂલ “પુસ્તક વિશે પુસ્તક પરિચય કવિશ્રી રમેશ પટેલ આપશે.
આ પ્રસંગે કવિ સંમેલન માં જાણીતા કવિશ્રી મંગળ રાવળ, શ્રી રમેશ પટેલ,શ્રી નૈષધ મકવાણા
શ્રી જગદીશ પટેલ,શ્રી કિશોર ટંડેલ
શ્રી મહેશ ધીમર,દીપક જગતાપ ભાગ લઈ પોતાના કાવ્યો રજૂ કરશે કવિ સંમેલનનુ સંચાલન કવિશ્રી નૈષધ મકવાણા કરશે
આ પ્રસંગે ધોરણ 8 ના ગુજરાતી પાઠ્ય પુસ્તકના કવિશ્રી મંગળ રાવળનું “વાવી ઉજગરો”કાવ્ય ગીતનું પઠન કવિ શ્રી મંગર રાવળ જાતે કરી સમજૂતી આપી વિદ્યાર્થી ઓને માર્ગદર્શન આપશે.
. :કાર્યક્રમ સૂચિ:
1)પ્રાર્થના:શાળાની વિદ્યાર્થીની બહેનો
2)દીપ પ્રાગટ્ય:મંચસ્થ મહાનુભાવો સમૂહમાં
3)આવકાર પ્રવચન અને મહેમાનું પુષ્પ ગુચ્છથી સ્વાગત:
શ્રીમતિ અમીષા બેન પવાર: પ્રિન્સિપાલ:શ્રીમતિ સૂરજબા આર મહિડા કન્યા વિનય મંદિર, રાજપીપલા
4)સ્વાગત પ્રવચન:
શ્રીમતિ જ્યોતિ જગતાપ
પ્રમુખ:જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપલા
5) મહેમાનો ટૂંકો પરિચય:દીપક જગતાપ,પ્રમુખ:જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપલા
6) "ઝાકળ ભીના ફૂલ "પુસ્તક વિશે પુસ્તક પરિચય:કવિશ્રી રમેશ પટેલ
7)પુસ્તક વિમોચન:
સમૂહમા મંચસ્થ મહાનુભવો દ્વારા
8)ધોરણ 8 ના ગુજરાતી પાઠ્ય પુસ્તકના કવિશ્રી મંગળ રાવળનું
"વાવી ઉજગરો"કાવ્ય ગીત પઠન અને સમજૂતી
9)પ્રાસંગિક પ્રવચન:
1)કવિ શ્રી નૈષધ મકવાણા
2)કવિ શ્રી રમેશ પટેલ
10) પુસ્તક પ્રતિભાવ અને સ્મૃતિ ભેટઅર્પણ વિધિ :દીપક જગતાપ
11) :કવિ સંમેલન:
,~~~~~~~
સંચાલન:કવિશ્રી નૈષધ મકવાણા
કવિ સંમેલનમાં ભાગ લેનાર કવિશ્રી ની રજૂઆત
કવિશ્રી મંગળ રાવળ- “સ્નેહાતુર”
કવિશ્રી રમેશ પટેલ
કવિશ્રી નૈષધ મકવાણા
કવિશ્રી જગદીશ પટેલ
કવિશ્રી કિશોર ટંડેલ
કવિશ્રી મહેશ ધીમર-“જ્યોત “કવિશ્રી દીપક જગતાપ*
12)આભાર વિધિ:
સ્થળ:શ્રીમતિ સૂરજબા આર મહિડા કન્યા વિનય મંદિર, રાજપીપલા
તારીખ:06/01/2026
સમય:11ક્લાકે
~
ઉદઘોષક:શ્રી ચેતન પટેલ
REPORTER : દીપક જગતાપ, રાજપીપલા

