રાજપીપલા કન્યા વિનય મન્દિર સ્કૂલ રાજપીપલા ખાતે જાણીતા કવિ દીપક જગતાપ રચિત કાવ્ય સંગ્રહ”ઝાકળ ભીનાં ફૂલ”નું પુસ્તક વિમોચનઅને કવિ સંમેલન યોજાયું હતું.કવિ સંમેલનમાં જાણીતા કવિઓ કવિ મંગળ રાવળ, રમેશ પટેલ,નૈષધ મકવાણા, જગદીશ પટેલ, કિશોર ટંડેલ, મહેશ ધીમર,દીપક જગતાપ,ઘનશ્યામ કુબાવતે ભાગ લીધો હતો.સમગ્ર કવિ સંમેલનનુ સફળ અને સુંદર સંચાલન કવિ નૈષધ મકવાણા એ કર્યું હતું.

આ કાર્યક્રમનું આકર્ષણનું કેન્દ્ર એ હતું કે ધોરણ 8 ના ગુજરાતી પાઠ્ય પુસ્તકમાં જેમની કવિતા “વાવી ઉજગરો ” ગીત વિદ્યાર્થીઓને ભણવાનું આવેછે. તે કાવ્ય ગીત સ્વયં કવિ મંગળ રાવળે ગાન સાથે પઠન કરી કાવ્યાર્થ સમજાવ્યો હતો.વિદ્યાર્થીઓએ કવિને રૂબરૂ મળ્યાનો અનુભવ કર્યો હતો.આ પ્રસંગે ધોરણ 8 ની વિદ્યાર્થી નીઓ એ કવિઓ ને રૂબરૂ મળ્યાનો અને કવિતા ભણ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો.જાણીતા કવિ લેખક સાહિત્યકાર દીપક જગતાપના કાવ્યસંગ્રહ “ઝાકળ ભીના ફૂલ” નો પુસ્તક પરિચય કવિશ્રી રમેશ પટેલે સુપેરે પરિચય કરાવી કવિ પ્રતિભાની પ્રશંષા કરી દીપક જગતાપ ને અભિનંદન પાઠવ્યા હતાં.. જયારે કવિ નૈષધ પરમારે દીપક જગતાપનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.જયારે મંગળ રાવળ, રમેશ પટેલ, મહેશ ધીમરે એમના પુસ્તકો દીપક જગતાપને અર્પણ કર્યા હતાં.શાળા ના આચાર્યા અમિષા બેન પવારે પ્રાસંગિક પ્રવચન કરી મહેમાનો નું પુષ્પ ગુચ્છથી સ્વાગત કર્યું હતું. કવિ શ્રી દીપક જગતાપે કાવ્ય સંગ્રહ “ઝાકળ ભીના ફૂલ”પુસ્તક ના પ્રતિભાવો આપી જન કલ્યાણ સેવા ટ્રસ્ટ અને નર્મદા સાહિત્ય સંગમ ની પ્રવૃત્તિ નો ખ્યાલ આપ્યો હતો.
જન કલ્યાણ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ જ્યોતિ જગતાપે નર્મદામાં ચાલતી સાહિત્યની પ્રવૃત્તિનો વ્યાપ વધારવા સંસ્થા દ્વારા કરાયેલા સાહિત્યની પ્રવૃત્તિનો ખ્યાલ આપી કવિમિત્રોને આવકાર્યા હતાં.આ પ્રસંગે નર્મદા સાહિત્ય સંગમ ના સદસ્યો, સાહિત્ય પ્રેમીઓ, શિક્ષકો, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

