ચૈતર વસાવાને ભજપામાં જોડાય તો ભાજપા આવકારમાં તૈયાર એવા છે.રાજપીપલા ખાતે સાંસદ જશુ ભાઈ રાઠવાના આ નિવેદન સામે આપ ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો કર્યો છે. ચૈતર વસાવા એ ભાજપામાં જોડાવાનો સાફ ઇન્કાર કર્યો છે.કવાંટ તાલુકાના આઠા ડુંગરી ખાતે આપની જનસભામાં ચૈતર વસાવા નો હુંકારકરતાં જાહેર પ્રવચન માં જણાવ્યું હતું કેભાજપા જોડવાની વાત છોડો તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી પહેલા 1 લાખ ભાજપા કર્મચારી ઓને આપ માં જોડી દઈશ.

ચૈતર વસાવા એ જણાવ્યું હતું કે મને ડરાવી ધમકાવીને ભાજપમાં લઈ જવા માટે ઘણા ભાજપના નેતાઓ પ્રયત્ન કરી રહ્યા છે.હું આદિવાસીનો દીકરો છું, ક્યારેય પણ ભાજપમાં જઈશ નહીં. એવી સ્પષ્ટ વાત કરી હતી. એવો પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો કેભુપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીની સરકારે અનેકવાર મને જેલમાં મોકલ્યો, પરંતુ હું જેલથી ડરતો નથી.ભાજપનો ટાર્ગેટ છે કે ચૈતર વસાવાને 15 નવેમ્બરે ભાજપમાં જોડવામાં આવે, પરંતુ તેમનું આ ષડયંત્ર કામયાબ થશે નહીં.આવનારા સમયમાં અમે 1 લાખ ભાજપના કાર્યકર્તાઓને આપમાં જોડીશું.આવનારા સમયમાં વધુમાં વધુ સરપંચો અને તાલુકા પંચાયતના સભ્યો આપ માં જોડાશેચૈતર વસાવાની વૈચારિક લડતને દબાવવા માટેપીએમ મોદી ડેડીયાપાડા આવી રહ્યા છે.

REPORTER : દીપક જગતાપ,રાજપીપલા

