PM મોદીના સભા સ્થળની ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ સ્થળ મુલાકાત કરી વ્યવસ્થાઓ અંગેની સમીક્ષા .15 મી નવેમ્બરે ડેડીયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યાં છે ત્યારે ભરૂચ ના સાંસદ મનસુખ વસાવાએ ડેડીયાપાડા ખાતે સ્થળ મુલાકાત કરી વ્યવસ્થાઓ અંગેની સમીક્ષા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર નર્મદા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. આગામી 15 મી નવેમ્બરે આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની 150 મી જન્મ જયંતી છે. આ જન્મ જયંતીની ઉજવણીનું લોન્ચિંગ ડેડિયાપાડા ખાતેથી કરવાનું નક્કી થતા આ ક્રાયક્રમ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ઉજવણીની શરૂઆત થાય તે રીતે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભરૂચ ના સાંસદ મનસુખ વસાવા એ સ્થળ મુલાકાત કરી, વડાપ્રધાન 15 નવેમ્બર ના દિલ્હીથી સીધા સવારે 8 કલાકે સુરત એરપોર્ટ પર ઉતરાણ કરશે અને જ્યાંથી સીધા હેલીકૉપટર માં ડેડિયાપાડા આવશે અને પહેલા દેવમોગરા માતાજીના દર્શન માટે જશે અને ડેડીયાપાડા માં રોડ શો કરશે.ત્યાર બાદ ભગવાન બિરસા મુંડા ની પ્રતિમા ને પુષ્પાઅંજલી અર્પણ કરશે અને સભામાં આવશે
REPORTER :દીપક જગતાપ, નર્મદા

