નર્મદા જિલ્લાનું કેવડિયા પ્રવાસન ધામ તરીકે નવા વર્ષની ઉજવણીમાં સૌથી વધુ આકર્ષણ જમાવી રહ્યું છે. હાલ રોજના 50 થી 60 હજાર પ્રવાસીઓ આવતા sou સત્તામંડળ દ્વારા પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.
ડિસેમ્બર 25ના અંતમાં ગુલાબી ઠંડીના વાતાવરણમાં નર્મદા જિલ્લો પ્રવાસીઓ ફરવા માટે હોટ ફેવરીટ બન્યો છે. ખાસ કરીને વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હાલ નાતાલ બાદ પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. 31મી ડિસેમ્બરની ઉજવણી માટે ઉત્સાહિત પ્રવાસીઓનો ધસારો અને ઓનલાઇન બૂકિંગ ફૂલ થઇગયા છે. જેને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓની એન્ટ્રીની મર્યાદાઓ પણ વધારી દેવામાં આવી છે. પહેલા પાંચ સ્લોટમાં વ્યૂ ગેલેરી 500 હતી. જેમાં રોજની 5500 કરવામાં આવી છે, એટલું જ નહીં ટોટલ 7000 પ્રવાસીઓને આજથી પ્રવેશ મળશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિવારે 50 હજાર અને રવિવારે 70 હજાર કરતા વધુ પ્રવાસીઓ નોંધાયા છે. 2025નો છેલ્લો મહિનો એટલે 31 ડિસેમ્બરની ઉજવણી પણ પ્રવાસીઓ અહીં જ કરે છે, એટલે SOU સત્તા મંડળ અને હોટલો ટેન્ટ સીટી તમામ લોકો નવા વર્ષની ઉજવણીને લઈ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. તમામ હોટલોમાં ગાલા ડિનર ક્રુઝમાં ડિનર ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસીઓનો ઘસારો જોતા sou ના ceo અમિત અરોરા દ્વારા એસટી બસોનો વધારો કરવામાં આવ્યો અહીં આવતા પ્રવાસીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે એ માટે તંત્ર ખડે પગે સજ્જ બન્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 31 ઓક્ટોમ્બર 2018 માં પ્રવાસીઓ માટે ખુલ્લું મૂક્યું ત્યારથી અત્યાર સુધી માં 2.75 કરોડ પ્રવાસીઓ એ sou ની મુલાકાત લીધી છે. એક આંકડા મુજબ જોઈએ તો સરેરાશ દરવર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 8 વર્ષમાં 5 લાખ કરતા વધુ પ્રવાસીઓ દરવર્ષે આવે છે.હવે કોઈ પણ તહેવાર હોય કે રજાઓ હોય પ્રવાસીઓ હવે કેવડિયામાં
પ્રવાસન ધામ સ્ટેચ્યુ ઓફ યુનિટીને પસંદ કરી રહ્યા છે.. પ્રવાસીઓ માટે હોટલો અને ટેન્ટ સીટીના સંચાલકોએ પણ પ્રવાસીઓની આવનારી 31મી ડિસેમ્બરની ઉજવણી યાદગાર બની રહે તે માટે ડી.જે પાર્ટી, આદિવાસી જમવાનું મેનુ,સ્ટેજ તેવી તમામ પ્રકારની સુવિધાઓ તેમણે કરી છે.

તસવીર:દીપક જગતાપ, રાજપીપલા

