રાજપીપળાથી દેડિયાપાડાનેજોડતાં માર્ગને ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવતાં વેપારીઓમાં રોષ ફેલાયો છે. ભારે વાહનોને હાલ વાયા30 કીમીથી નેત્રંગ થઇને વધારાનો ફેરાવો થઇ રહયો છે. આ માર્ગને ભારે વાહનો માટે શરૂ કરવામાં આવે તેવી માગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. દેડિયાપાડા અને દેડીયાપાડાથી રાજપીપળા જવા માટે મોવી યાલ ગામ વચ્ચે હાલ બ્રિજ બનવા જઈ રહ્યો છે.વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ડાયવર્ઝન બનાવાયું છે.પરંતુ ભારે વાહનોના પ્રવેશ બંધનુ નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામા આવતા દેડિયાપાડાના વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યોછે. ડેડિયાપાડા ખાતે આ મુદ્દે વેપારીઓએ તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ડાયવર્ઝનના જાહેરનામાં મુદ્દે વેપારીઓએ એક સુરે જણાવ્યું હતું કે અધિકારીઓ કોઈની વાત સાંભળવા તૈયાર નથી, એમને એવું લાગે છે કે અમે જ સરકાર છીએ.દેડિયાપાડા અને
સાગબારામાં કોઈ મોટા ઉદ્યોગો નથી. આ રોડ પરથી અહીંયાના લોકો વેપાર કરવા જાય છે..વખતો ખત થવા બ્રિજના રિપેરિંગ મુદ્દે રજૂઆતો થઈ પણ કશું થયું નથી, એન્જિનિયરો સામે કોઈ પગલા કેમ લીધા નથી. બસ ચાલુ ન થાય એટલે વિદ્યાર્થીઓને તકલીફ તો બીજી બાજુ જેની પાસે આવવા જવા માટે કોઈ સાધન નથી.ઘરડા માણસો જો બીમાર પડે તો એમને અગવડ પડે છે.કોઈ પણ બ્રિજ ક્ષતિગ્રસ્ત હોય તો એને સરકારી ચોપડે નોંધવો પડે તો આ બ્રિજ ક્ષતિ ગ્રસ્ત છે કે કેમ એની નોંધણી થઈ છે કે કેમ એ મોટો પ્રશ્ન છે.હજુ ડાયવર્ઝનના બન્યું અને જાહેરનામું બહાર પાડી દીધું.નેત્રંગ ડેડિયાપાડા નેશનલ હાઈવે પર બેડા કંપની સૈજપુર વચ્ચે કરજણ નદી પર આવેલ પુલ પણ 6 મહિનાથી બંધ કરાયેલો
છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ગંભીરા બ્રિજના અકસ્માત થવાના કારણે માર્ગ મકાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના અનેક પુલો ક્ષતિ ગ્રસ્ત જાહેર કરેલ. જેમાં વર્ષોથી ડેડીયાપાડા નેત્રંગ વચ્ચેના થવા બ્રિજ અંગે રીપેરીંગ માટે વારંવાર અવાજ ઉઠાવવા છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ પગલા લેવાયેલા નહીં.અને બીજી તરફ મોવી નજીક યાલ પાસેનું માઇનોર બ્રિજ જેની નજીક એક વૃક્ષ હતું જેના કારણે કાયમી ધોરણે ભૂતકાળમાં પાણીનો પ્રવાહ રોકતો હતો પરંતુ વૃક્ષ ધરાશયી થવાના કારણે પાણીનો પ્રવાહ વધી ગયો. જેમાં બ્રિજ અકાળે તૂટી ગયો.પરિણામ સ્વરૂપે નર્મદા જિલ્લાના ત્રણ તાલુકા ડેડીયાપાડા સાગબારા ચિકદા જેઓને વખતો વખત જિલ્લા મથકે જવા માટે મુશ્કેલી થઈ ગયેલ અને બસો સંપૂર્ણપણે બંધ થઈ જવાના કારણે ગરીબ આદિવાસી પ્રજાને વાહન વ્યવહારમાં જવાની તકલીફ થઈ ગઈ.
બીજી તરફ વિદ્યાર્થીઓ, દર્દી લોકોને સારવાર માટે જવા માટે પણ તકલીફ ઊભી થઈ ગઈ. અને એમાંય પડયા પર પાટુ જે વા હાલ થયા.ઉમરપાડા તરફ જતો બ્રિજ પણ ક્ષતિ ગ્રસ્ત જાહેર કરી બંધ કરી દીધેલ. પરિણામે ડેડીયાપાડા અને સાગબારા તાલુકાના લોકોને જવા માટે એક માત્ર માર્ગ ડેડીયાપાડા થી નીગટ થઈ ખેડીપાડા માર્ગે લઈ ઉમરપાડા થઈ જવું પડે છે અને પરિણામે સમય સાથે નાણાં નો વ્યય થાય છે. અને ડેડીયાપાડા ખેડીપાડા રોડ પર બિસ્માર બની જાય છે મોવી અને યાલ નું ડાયવર્ઝન કરોડો રૂપિયાના ખર્ચ બનાવવા છતાં ફક્ત અને ફક્ત ટુવિલર ફોરવીલર માટે ચાલુ રાખી આ અધિકારીઓ સરકારના નહીં પણ પ્રજાના ટેક્સની ગોબા ચોરી કરી રહ્યા છે. જનતા કહે છે કે અધિકારીઓ પોતાની બુદ્ધિનો પ્રદર્શન કરી રહ્યા છે.સરકારને બદનામ કરી રહ્યા છે અને પરિણામ સ્વરૂપે કરોડોના ખર્ચો બાદ પણ વેપારીઓ,વિદ્યાર્થીઓ આમ જનતાને હેરાનગતિ થઈ રહી છે.ત્યારે શું ડેડીયાપાડા સાગબારા અને ચિકદા તાલુકાના લોકોને ફરીથી અગવડતા બાબતે મામલતદાર, પ્રાંત અધિકારી અને ઉપરી અધિકારીઓ
આ પ્રશ્ન હલ કરશે? આ લોકચર્ચા શરૂ થઈ ગઈ છે.
Reporter : દીપક જગતાપ, રાજપીપલા

