નર્મદા જિલ્લા રાજપીપલાના મુખ્ય પોસ્ટ ઓફિસમાં છેલ્લા 10 દિવસ થી સર્વર ડાઉન રહેતા પોસ્ટ ના ગ્રાહકોને તહેવાર નિમિત્તે પૈસા ન મળતા ગ્રાહકોએ રોષ ઠાલવ્યોછે. રક્ષાબંધન ના તહેવાર ટાણે જ નાણાં ઉપાડવા આવતા ગ્રાહકો ને
સર્વર ખોટકાયું હોવાને કારણે નાણાં ન મળતા લાંબી લાંબી કતારોમાં ઉભા રહેલા ગ્રાહકો પરેશાન થઈ રોષ ઠાલવી રહ્યા છે.
નર્મદા જિલ્લા ના રાજપીપલા શહેર માં પોસ્ટ ઓફીસના સર્વર માં છેલ્લા ઘણા દિવસોથી સમસ્યા ચાલી રહી છે.જેને લઈ પોસ્ટ ના ગ્રાહકો હેરાન પરેશાન થતા રોષ મીડિયા સામે ઠાલવ્યોહતો. ગ્રાહકોએ જણાવ્યું હતું કે રક્ષાબંધન ના તહેવાર નિમિતે જ પોસ્ટમાંથી લોકોને પૈસા મળતા નથી
વારંવાર લાંબી લાઈનોમાં 3 કલાક ઉભા રહીએ પરંતુ વારંવાર છેલ્લા 10 દિવસથી એકજ જવાબ મળી રહ્યો છે કે સર્વરની સમસ્યાને કારણે પોસ્ટ ના એજન્ટો પણ પૈસા ભરી શકતા નથી. જેને લઈ અમારા પૈસા અમને મળતા નથી. અમારો નંબર આવે અને સર્વર બંધ થઈ જાય એટલે ત્રણ ચાર દિવસથી રોજ ધક્કા ખાઈએ છીએ પણ નાણાં ન મળતા હોવાની ગંભીર ફરિયાદો ઉઠવા પામી હતી.સાથે 9 તારીખે રક્ષાબંધન છે જેને લઈ બહેનોએ પોતાના ભાઈ માટે રાખડી પણ પોસ્ટમાં મોકલી હોઈ છે એ સર્વર બંધ હોવાના કારણે રાખડીઓ પણ પોસ્ટ વિભાગ દ્વારા પહોંચાડી શકાય તેમ નથી સાથે નર્મદા જિલ્લા પોસ્ટ ઓફીસમાં સ્ટાફની પણ સમસ્યા સર્જાય રહી છે પોસ્ટ માસ્ટર દ્વારા ભરૂચ હેડ ઓફીસ પર વાત કરવામાં આવે છે ત્યારે તેમને ચાર્જશીટ કરવાની ધમકી આપવામાં આવે છે પોસ્ટ ઓફીસ ના એજન્ટ દ્વારા ભરૂચ ઓફીસ ખાતે ફોન પણ કરવામાં આવ્યો તો જવાબ મળ્યો સર્વર માં પ્રોબ્લેમ છે એમ કહી વાત ને ટાળી રહ્યા છે ત્યારે આ સમસ્યા નો હલ ક્યારે આવશે એ જોવાનું રહ્યું.
રક્ષાબંધનના તહેવાર નિમિત્તે જ પોસ્ટમાંથી લોકોને પૈસા મળતા ન હોવાની ફરિયાદો ઉઠી છે. ઘણી વિધવા બહેનો છે ઘણાને મેડિકલ પ્રોબ્લેમ હોઈપૈસાની જરૂર છે.
સર્વરની સમસ્યાને કારણે પોસ્ટના એજન્ટો પણ પૈસા ભરી શકતા નથી
આજે પોસ્ટ ઓફીસમાં સવારથી લોકો પૈસા ઉપાડવા માટે લાંબી લાંબી કતારોમાં ત્રણ ત્રણ ચાર ઉભા હોઈ ભારે પરેશાનીનો સામનો કરતાં જોવા મળ્યા હતા
સર્વર બંધ હોવાના કારણે રાખડીઓ પણ પોસ્ટ વિભાગ દ્વારા પહોંચાડી શકાય તેમ નથી. ત્યારે સમયસર ભાઈઓ ને રાખડી ન મળે તો બહેનો ની લાગણી દુભાય તેવી ચિંતાપણ બહેનો વ્યક્ત કરી રહી છે.
બીજી બાજુ પોસ્ટ ઓફિસમાં રાખડીઓનાપોસ્ટ પારસલના ઢગલા ખડકાયાછે ક્યારે રાખડિઑ પહોંચશે એની લોકો ને ચિંતા સતાવી રહી છે.
બીજી બાજુ નર્મદા જિલ્લા પોસ્ટ ઓફીસમાં સ્ટાફની પણ સમસ્યા સર્જાઈ રહી છે. સ્ટાફ પૂરતો નથી તેને કારણે સમસ્યા સર્જાઈ હોવાનું પોસ્ટ માસ્ટરે જણાવ્યું હતું.
REPOTER : દીપક જગતાપ, રાજપીપલા



