પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામે નકલંગ ધામ ખાતે બારબીજના ધણી રામદેવપીર મહારાજના નેજા ચઢાવવાનો ઉત્સવ ભાદરવા સુદ નોમના દિવસે ઉત્સાહપૂર્વક ઉજવાયો.
ઠોયાણા ગામના રામદેવપીર ના ઉપાસક અને પરમ ભક્ત મેરૂભાઈ ઓડેદરા ના નેજા તળે છેલ્લા કેટલાય વર્ષોથી ઠોયાણા ગામે નકલંક ધામ ખાતે બાબા રામદેવપીર મહારાજના નેજા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા સુદ નોમ અને તારીખ ૦૧/૦૯/૨૦૨૫ ને સોમવારના રોજ નેજા મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
અઢારે આલમમાં પુજનીય નકલંક નેજાધારી રામદેવપીરના નેજા મહત્ત્વ પ્રસંગે રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામના સમસ્ત ગ્રામજનો ઉમળકાભેર સહકારથી રામદેવપીર ના નેજા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અહીં સર્વ કાર્ય બાપા રામદેવપીરની ઈચ્છાથી થાય છે અને ઠોયાણા ગામની બજારો અને ગલીઓ સાફ- સફાઈ કરી સ્વચ્છ કરવામાં આવી હતી લોકો રામદેવપીર માં લીન બની બાપા નો નેજો જ્યાંથી પસાર થવાનો છે તે બધી જ ગલીઓ અને આખું ગામ તોરણ અને ધજા પતાકા તથા નેજાથી સુશોભિત કરવામાં આવ્યું હતું.રામદેવપીર બાપાને ધ્વજા પતાકા આખા ગામમાં લગાવવામાં આવ્યાં હતાં નેજાઓ લગાવવામાં આવ્યા હતા.લોકો જે ઉત્સવની આતુરતાથી રાહ જોતા હતા તે ઘડી એટલે કે ભાદરવા સુદનોમ તા.૦૧/૦૯/૨૦૨૫ ને સોમવાર ના રોજ ઉમળકાભેર ઉજવવામા આવ્યો.નેજો ચડાવવાનાં કાર્યમાં મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે લીરબાઈ મંદિર મોઢવાડાના પૂજારી કેશુભાઈ મોઢવાડીયા તેમજ ટ્રસ્ટી અને ખેડૂત આગેવાન હિતેશભાઈ મોઢવાડીયા તેમજ લીરબાઈ મંદિર કેશવ ના પૂજારી અને વ્યસ્થાપક કેશુભાઈ અને મંડળ તેમજ લીરબાઈ મંદિર શિશલી થી પૂજારી ભાવેશભાઈ તેમજ લીરબાઈ માનું જ્યાં સમાધિ સ્થાન આવેલું છે તે રાણા કંડોરણા લીરબાઈ મંદિરના પૂજારી માલદેભાઈ કેશવાલા અને મંડળ ખાસ હાજરી આપી હતી તેમજ કચ્છની મેકરણ દાદાની પવિત્ર જગ્યાના મહંત હરિદાદાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી તેમજ , ,મહેર સમાજ અગ્રણી ભાણવડ ના મેરામણ આતા તેમજ મહેર શક્તિ સેનાના પ્રમુખ કરસનભાઈ ઓડેદરા , પોરબંદર ઠોયાણા આવળ આશ્રમના સાધુ સુધા ગીરીબાપુ પીર નેજા મહોત્સવમાં સહભાગી બન્યા હતા.
આ રામદેવપીર ના નેજા મહોત્સવના સામૈયા લીરબાઈ માતાજી ની મુખ્ય જગ્યાઓના મહંતો, કચ્છથી મેકરણ દાદા ની જગ્યાના મહંત તેમજ અનેક આમંત્રિત મહેમાન અને સમસ્ત ગ્રામજનો ભકતજનો સાથે વાજતે ગાજતે અબીલ ગુલાલ ની છોળો ઉડાડી જય રામદેવપીર ના નારા સાથે રામદેવપીર ભજન કીર્તન સાથે નકલંકધમ ઠોયાણા થી બે કિલોમીટર દૂર આવેલ ટીંબામાં આવળ માતાના આશ્રમ સુધી ડીજેના તાલે સવારના સાત વાગ્યાથી નેજાના સામૈયા બળદગાડા અને ઘોડા સાથે નીકળ્યા હતા. અને નેજા સાથે નકલંક ધામ પધાર્યા હતા જેમાં ઠોયાણા ગામના સર્વે ધર્મપ્રેમી જનતા તથા મહાનુંભાવો આસ્થાભેર જોડાયા તેમજ સામૈયા ગુગળના ધૂપના ધુવાડે રામદેવપીરના નારા અને ભજન કીર્તન સાથે શોભાયાત્રા યુવા ભાઈ બહેનો ડી.જેના તાલે રાસ ગરબા ની રમઝટ બોલાવતા બોલાવતા આખા ગામમાં ઘૂમ્યા હતા.રસ્તામાં જ આવતા મહેરસમાજ પાસે ઠોયાણા રામધૂન મંડળ દ્વારા સામૈયાં જોડાયેલ સૌ ભક્તજનોને લીંબુ સરબત પીવડાવ્યું હતું અને આગળ ઠેઠ નકલંક ધામ સુધી સતત લીંબુ સરબત ચાલુ રાખી એક અનોખી સેવા કરી હતી ત્યાર બાદ ઠોયાણા નકલંક ધામ પહોંચી જ્યાં રામદેવપીરના દર્શન કરી વિધિવત લીરબાઈ માતાજી ની મુખ્ય જગ્યાઓના મહંતોના મહાનુભાવોના હસ્તે રામદેવપીર ના નેજો ચડાવવામાં આવ્યો હતો ત્યારબાદ સ્વાગત તથા પ્રવચન અને ભોજન પ્રસાદનો કાર્યક્રમ રાખ્યો હતો. આવેલ મહાનુભાવો માં લીરબાઈ માં ની જગ્યા મોઢવાડાથી પધારેલ હિતેશભાઈ મોઢવાડિયા એ પ્રવચન દરમિયાન લીરબાઈમાના પરચાની વાત કરી હતી માં હયાત હતા ત્યારે તો પરચા પૂર્યા હતા પણ હાલ પણ પરચા પુરે છે તેવું કહી પાતા ગામના લીરબાઈના પરમ આશિક ભક્ત નિલેશ પરમારની લીરબાઇ માની મૂર્તિ સાથે ફોરવિલમાં ભારતભરમાં થી કેટલાય દેશો સર કરી વિદેશમાં ઘણા દેશો ની સફર કોઈ પણ અડચણ વગર પૂરી કરી તેનું શ્રધ્ધાનું અને પરચા દ્રષ્ટાંત આપ્યું હતું. તેમજ કેશવ લીરબાઇમાની જગ્યા માંથી પધારેલા કેશુભાઈ કેશવાલાએ લીરબાઇ માની જગ્યા વિશે વાત કરી હતી.તેમજ મહેરશક્તી સેના પ્રમુખ કરશનભાઈ એ રામદેવપીરની વાત કરી અને જે નેજા ઉત્સવનું આયોજન સરસ રીતે નકલંક ધામમાં કરવામાં આવ્યું તે માટે સૌ આયોજકો ને નકલંક ધામ ના સૌ સેવકો નો આભાર વ્યક્ત કરી બિરદાવ્યા હતા
રિપોર્ટર :- વિરમભાઇ કે. આગઠ


