લીંબડી તાલુકાના ભલગામડા રોડ પર આવેલા રામદેવપીરના નકલંકધામ આશ્રમમાં રામદેવપીરના નોરતાના અંતિમ દિવસે ભાતીગળ લોકમેળો યોજાયો હતો. જેમાં પરંપરાગત રીતે ભાદરવી નોમના દિવસે મુળજી ભગતના નિવાસસ્થાનેથી લીલાપીળા નેજાની શોભાયાત્રાનું પ્રસ્થાન કરીને ગામના મુખ્ય માર્ગોે પર ફરી રામદેવપીરના મંદિરે નેજાંની ધજા ચઢાવવા આવી હતી.
તેમજ સંતવાણી સહિતના ધામક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં લીંબડી ધારાસભ્ય અને ભલગામડા ગામના વતની કિરીટસિંહ રાણા, તાલુકા પંચાયતના પ્રમુખ પૂર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, સંજયભાઈ અમદાવાદીયા સહિતના ગ્રામજનો, ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.


