RASHI : 09 જાન્યુઆરી 2026નું રાશિ ભવિષ્ય

0
61
meetarticle

મેષ : આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલી ઉભી કરે. વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું. વાહન ધીરે ચલાવવું.

વૃષભ : મહત્ત્વના નિર્ણયો લેવામાં આપે ઉતાવળ કરવી નહીં. વાણીની સંયમતા રાખીને પોતાનું કામકાજ કરવું. સંતાનની ચિંતા જણાય.

મિથુન : આપને કામકાજમાં પ્રતિકુળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં સાવધાની રાખવી પડે. માતૃપક્ષની ચિંતા અનુભવાય.

કર્ક : આપે અડોશ-પડોશમાં, સગા-સંબંધીવર્ગમાં વાદ-વિવાદથી સંભાળવું પડે. પરદેશના કામમાં રૂકાવટ-મુશ્કેલી જણાય.

સિંહ : નાંણાકીય લેવડ-દેવડની બાબતમાં આપે સાવધાની રાખવી પડે. સામાજિક-વ્યવહારિક કામમાં આપે ધ્યાન રાખવું પડે.

કન્યા : માનસિક-પરિતાપ-વ્યગ્રતાને લીધે કામમાં મન લાગે નહીં. વિચારોની દ્વિધા-અસમંજસતા જણાય. કામ થાય નહીં.

તુલા : રાજકીય-સરકારી કામકાજમાં, ખાતાકીય કામગીરીમાં આપની મુશ્કેલીમાં વધારો થાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાંણાભીડ જણાય.

વૃશ્ચિક : સંતાનના પ્રશ્ને આપના ચિંતા-પરેશાનીમાં વધારો થાય. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. પરદેશના કામમાં વિલંબ રહે.

ધન : આપે કામકાજમાં ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. જમીન-મકાન-વાહનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં.

મકર : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને રૂકાવટ જણાય. અગત્યના કામ અંગેની મુલાકાત મુલતવી રાખવા.

કુંભ : આપના કામમાં પ્રતિકુળતા જણાય. સીઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે. બેંકના કામમાં ઉતાવળ કરવી નહીં.

મીન : આપના કામમાં ઉતાવળ કરવી નહીં. આપના અગત્યના કામનો ઉકેલ ન આવવાથી ઉચાટ-ઉદ્વેગ અનુભવાય.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here