મેષ : આપના રુકાવટ- વિલંબમાં પડેલ કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. રાહત થતી જાય. વાણીની મીઠાશથી લાભ-ફાયદો જણાય.

વૃષભ : આપને કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન- મકાન- વાહનના કામમાં મુશ્કેલી જણાય. કામકાજમાં ઉતાવળ કરવી નહીં.
મિથુન : આપના યશ પદ ધનમાં વધારો થાય તેવી કાર્ય રચના થવાથી આનંદ રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
કર્ક : આપના કાર્યની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહો. સામાજિક વ્યવહારિક કામકાજમાં દોડધામ- શ્રમ ખર્ચ જણાય.
સિંહ : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. ઇચ્છિત વ્યકિત સાથે મુલાકાત થઈ શકે.
કન્યા : આપે રાજકીય સરકારી કામમાં ખાતાકીય કામમાં સાવધાની રાખવી પડે. આકસ્મિક ખર્ચ ખરીદીના લીધે નાણાભીડ જણાય.
તુલા : આપના કાર્યમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામ થઈ શકે.
વૃશ્ચિક : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇ ને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન મકાન વાહનના કામમાં સરળતા રહે.
ધન : દેશ પરદેશના કામમાં આયાત નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે.
મકર : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક વ્યવહારિક કામમાં ઉતાવળ ન કરવી.
કુંભ : આપના અગત્યના કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જવાથી રાહત અનુભવો. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
મીન : આપના કામમાં હરિફવર્ગ- ઇર્ષ્યા કરનાર વર્ગનો સામનો કરવો પડે. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.

